×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં પ્રવેશ કરવાનો માટે સેંટ લોરેન્સ નદીનો માર્ગ સૌથી સલામત

અમદાવાદ, સોમવાર

વિજાપુરના માણેકપુર ગામના ચૌધરી પરિવારના ચાર સભ્યોના મોતની ઘટના બાદ ગેરકાયદેસર ઘૂસણખોરીને લગતી અનેક વિગતો બહાર આવી છે. જેમાં  કેનેડાની સેન્ટ  લોરેન્સ નદીના માર્ગે અમેરિકા સૌથી વધારે ગેરકાયદેસર પ્રવેશ  કરવામાં આવે છે. કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે  ટોરેન્ટોથી બરફવાળા રસ્તા પર કે સેંટ લોરેન્સ નદીમાંથી જવામાં આવે છે.  જો કે સેંટ લોરેન્સ નદીથી અમેરિકામાં જવાનો ખર્ચ પ્રતિવ્યક્તિ ૧૦૦૦ થી ૧૫૦૦ ડોલર આપવો પડતો હોય છે.  વીજાપુરના પ્રવિણભાઇ ચૌધરીએ પણ આ માટે કુલ ૬૦૦૦ ડોલર જેટલી રકમ ચુકવી હોવાનું જાણવા મળ્યું છે.મહેસાણાના વિજાપુરના માણેકપુર ગામના પ્રવિણભાઇ ચૌધરી અને તેમના  પત્ની અને બે સંતાનોના અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરતા સમયે સેટ લોરેન્સ નદીમાં હોડી પલ્ટી જતા મોત નીપજ્યા હતા.   સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ગેરકાયદેર  પ્રવેશ મેળવવા માટે ટોરેન્ટોમાં એક મોટી ગેંગ કાર્યરત છે. જે માત્ર ભારત જ નહી પણ અન્ય દેશોના સ્થાનિક એજન્ટો સાથે મળેલા હોય છે. જેમાં કેનેડા સુધી કાયદેસર ટુરીસ્ટ વિઝા સાથે  લઇને અમેરિકા જવા ઇચ્છુક લોકોને બોલાવે છે. જે બાદ અમેરિકામાં પ્રવેશ કરવા માટે બે વિકલ્પ આપે છે. જેમાં આંતરિક રસ્તાઓ દ્વારા  એક સપ્તાહ અને સેંટ લોરેન્સ નદીથી અમેરિકા જવામાં ૪૮ કલાક જેટલો સમય થતો હોય છે. પરંતુ, આ માટે નાની બોટનો ઉપયોગ  કરાતો હોવાથી જોખમ રહે છે.  તેમ છતાંય, નદીથી અમેરિકા જવા માટે અક મહિનાના વેઇટીંગ ચાલે છે. જેથી કેનેડા સ્થિત એજન્ટો અન્ય દેશોથી આવતા લોકોને બે થી ત્રણ મહિલાના વહેલા બોલાવે છે.  જેથી તબક્કાવાર મોકલી શકાય. એક અંદાજ મુજબ ૫૦ થી વધારે નાની બોટ આ માટે ગેરકાયદેસર રીતે ચાલે છે અને તેમાં એક ટ્ીપમાં આઠ લોકોને લઇ જવામાં આવે છે. આ સાથે તેમને ઓછામાં ઓછો સામાન સાથે રાખવાની સુચના આપવામાં આવે છે. પ્રવિણભાઇ ચૌધરીએ પણ કપડા અને નકલી દસ્તાવેજોની ફાઇલ ભરેલી એક બેગ સાથે રાખી હતી.  સેંટ લોરેન્સ નદી ઉત્તર અમેરિકા સાથે જોડાયેલી છે.જ્યાં ન્યુયોર્ક, લોસ એન્જેલીસ જેવા શહેરો આવેલા છે. કલોલના ડીગુંચાના જગદીશ પટેલ અને તેના પરિવારના બરફમાં થીજી જવાના મોત નીપજ્યાની ઘટના બાદ મોટાભાગના ગુજરાતીઓ અને અન્ય રાજ્યના લોકો ઘૂસણખોરી માટે સેંટ લોરેન્સ નદીનો રસ્તો પસંદ કરે છે.