×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરપ્રદેશ પોલીસના 'ઠાંય.. ઠાંય..' બાદ હવે કૂનો નેશનલ પાર્કના વનકર્મીઓનું 'ગો…ગો…ઓબાન…ગો' વાયરલ


ભારતમાં 70 વર્ષ પછી પહેલીવાર ખુલ્લામાં ચિત્તા જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ એક નામીબિયન ચિત્તો કુનો નેશનલ પાર્કમાંથી નીકળીને ઓબાનના ખેતરોમાં પહોંચી ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે ગ્રામજનો અને ખેડૂતોએ ડરવાની જગ્યા એ આદરપૂર્વક વર્તન કર્યું હતું. જો કે, ત્યાં સુધીમાં વન સ્ટાફ પણ ઓબાનને લેવા પહોંચી ગયો હતો અને વિદેશથી આવેલા આ ચિત્તાને અંગ્રેજી ભાષામાં સમજાવતો જોવા મળ્યા હતા.

ઓબાન નામીબિયન ચિત્તો અચાનક વિજયપુર વિસ્તારના ગામોમાં ભાગી ગયો 

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કના વિશાળ ઘેરામાંથી ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ ઓબાન નામીબિયન ચિત્તો અચાનક વિજયપુર વિસ્તારના ગામોમાં પહોંચી ગયો હતો. ઘઉંના પાકની કાપણી કરવા આવેલા ખેડૂતોએ જ્યારે પહેલીવાર ચિત્તાને ખુલ્લામાં જોયો ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા.

'ગો...ગો...ઓબન...ગો' 

આ સમાચાર આવતાની સાથે જ આસપાસના ગામના કેટલાય લોકો લાકડીઓ લઈને ખેતર તરફ દોડી આવ્યા હતા. પરંતુ ચિત્તાનું હિંસક વર્તન ન જોઈને લોકો તેને ખૂબ પ્રેમથી કુનોના જંગલ તરફ લઈ જવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમાં જ એક વીડિયોમાં વનકર્મીઓ હિન્દીને બદલે અંગ્રેજી ભાષાના શબ્દો ઉચ્ચારીને ખૂબ જ પ્રેમથી ચિત્તાને ભગાડતા જોવા મળ્યા હતા. વનકર્મીઓ ચિત્તાની સામે 'ગો...ગો...ઓબન...ગો' કહેતા સાંભળી શકાય છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ઘણો વાયરલ થતો જોવા મળે છે.