×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સઉદી અરેબિયા મેના અંત સુધીમાં ક્રૂડનું ઉત્પાદન પ્રતિદિવસ પાંચ લાખ બેરલ ઘટાડશે


મેના અંત સુધીમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પ્રતિ દિવસ પાંચ લાખ બેરલનો ઘટાડો કરવામાં આવશે તેમ સઉદી અરેબિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. સઉદી અરેબિયાના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. જેના કારણે અમેરિકા અને સઉદી અરેબિયાના વચ્ચેના સંબધોમાં વધુ તિરાડ પડી શકે છે. 

યુક્રેન- રશિયાના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ફુગાવો વધ્યો

ઉલ્લેખનીય છે કે યુક્રેન- રશિયાના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે. સઉદી અરેબિયાના ઉર્જા પ્રધાને જણાવ્યું હતું કે ઉત્પાદનમાં આ ઘટાડાનો નિર્ણય કેટલાક ઓપેક અને નોન ઓપેક સભ્યો સાથે સમન્વય સાધી અમલમાં મૂકવામાં આવશે. જો કે તેમણે કોઇ પણ દેશનું નામ લીધું ન હતું.

પ્રતિ દિવસ પાંચ લાખ બેરલનો ઘટાડો

ઉત્પાદનમાં આ ઘટાડો ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરાયેલા ઘટાડાથી વધારાનો રહેશે. સઉદી અરેબિયાના જણાવ્યા અનુસાર આ નિર્ણય ઓઇલ બજારમાં સ્થિરતા લાવવાના ઉદેશથી સાવચેતીના રૂપે લેવામાં આવ્યો છે. સઉદી અરેબિયા અને અન્ય ઓપેક સભ્યોએ ગયા વર્ષે ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરી અમેરિકાને નારાજ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે 2022માં સઉદી અરેબિયાનું સરેરાશ ઉત્પાદન પ્રતિ દિવસ 1.15 કરોડબેરલ હતું. પ્રતિ દિવસ પાંચ લાખ બેરલનો ઘટાડો કુલ ઉત્પાદનના પાંચ ટકાથી ઓછો છે.

2021ની સરખામણીમાં નફામાં 46.5 ટકાનો વધારો

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. જે ઓક્ટોબરમાં 95 ડોલર હતો. સઉદી અરેબિયાની સ૨કારી જાયન્ટ ઓઇલ કંપની અરામકોએ ગયા વર્ષે 161 અબજ ડોલરનો નફો કમાવ્યો હતો. 2021ની સરખામણીમાં નફામાં 46.5 ટકાનો વધારો થયો છે.