×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામના CMએ અરવિંદ કેજરીવાલને ચેતવણી આપી, કહ્યું મારી સામે એક શબ્દ બોલે તો…

Image : Twitter

નવી દિલ્હી, 01 એપ્રિલ 2023, શનિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે આસામમાં રેલી કરવા જઈ રહ્યા છે. તે રેલી પહેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અરવિંદ કેજરીવાલને ચેતવણી આપી હતી કે જો કેજરીવાલ તેમની સામે ખોટા આરોપો લગાવશે તો તેઓ તેમની સામે કેસ દાખલ કરશે. હિમંતા બિસ્વા સરમાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કથિત રીતે કહ્યું હતું કે હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ ઘણા રાજ્યોમાં કેસ નોંધાયેલા છે.

આસામ CMએ આપી દીધી માનહાનિની ​​ધમકી

મીડિયા સાથે વાત કરતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું શું મારા વિરૂદ્ધ દેશના કોઈપણ ભાગમાં કેસ નોંધાયેલા છે? હું માનહાનિનો કેસ કરવા માંગુ છું પરંતુ અરવિંદ કેજરીવાલ વિધાનસભામાં કાયરની જેમ બોલી રહ્યા છે. તેથી તેને આસામ આવવા દો અને કહી દો કે હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. હું તેની સામે કેસ કરીશ. સરમાએ કેજરીવાલને ચેતવણી આપી હતી કે જો તે મારી વિરુદ્ધ એક પણ શબ્દ બોલો કે હું ભ્રષ્ટ છું તો બીજા જ દિવસે હું તમારી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ જેમ મેં મનીષ સિસોદિયા વિરુદ્ધ કર્યો હતો. સરમાએ વધુમાં કહ્યું કે આખા દેશમાં મારી સામે કોઈ કેસ નથી માત્ર કેટલાક કોંગ્રેસીઓએ મારા પર ખોટા કેસ કર્યા છે.

અરવિંદ કેજરીવાલ આસામમાં જાહેરસભા કરશે

અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી હવે પૂર્વોત્તર રાજ્ય આસામમાં પોતાનું રાજકીય મેદાન શોધી રહી છે. આ માટે કેજરીવાલ આવતીકાલે આસામની મુલાકાત લેશે અને અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.