×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રૂ.૧૦ લાખની લાંચના કેસમાં ફરાર CBIના પીઆઇ નાટકીય ઢબે હાજર

અમદાવાદ,શુક્રવાર

રાજકોટ મત્સ્ય ઉદ્યોગ વિભાગના આસીટન્ટ સુપ્રિટેન્ડન્ટ સુકર અંજની વિરૂદ્વ અપ્રમાણસર મિલકત અંગે દાખલ  થયેલા કેસમાં સુકર અંજનીની તરફેણમાં રિપોર્ટના બદલામાં સીબીઆઇની એસીબીની વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપકુમાર દ્વારા ૧૦ લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે અંગે સુકર અંજનીએ સીબીઆઇમાં ફરિયાદ કરતા સીબીઆઇએ  સંદીપકુમાર વિરૂદ્વ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે  સંદીપકુમાર ફરાર થઇ ગયા હતા. ત્યારે શુક્રવારે તે નાટયાત્મક ઢબે સીબીઆઇ સમક્ષ હાજર થતા તેમની સત્તાવાર ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં  કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.રાજકોટ મત્સય ઉદ્યોગની ઓફિસમાં બેસતા આસીટન્ટ સુપ્રિટેન્ડન્ટ સુકર અંજની વિરૂદ્વ અપ્રમાણસર મિલકતોના કેસની તપાસ ગાંધીનગર સીબીઆઇની કચેરી ખાતે બેસતા પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપકુમારને સોંપવામાં આવી હતી.જે   કેસમાં  સદીપકુમારે સુકર અંજનીને અવારનવાર વોટ્સએપ કોલ કરીને કેસની તપાસમાં અપ્રમાણસર મિલકતનો રિપોર્ટ તેમના તરફેણમાં આપવાનું કહીને નાણાંની માંગણી કરવામાં આવતી હતી. આ દરમિયાન ગત ડિસેેમ્બર ૨૦૨૨માં સંદીપકુમારે તેમને દીવના સર્કિટ હાઉસમાં બોલાવીને કેસની તપાસ  તેમના તરફી રિપોર્ટના બદલામાં ૧૦ લાખની લાંચ માંગી હતી. જે અંગે સુકર અંજનીએ દિલ્હી સીબીઆઇ ખાતે આ અંગે અરજી કરી હતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા તપાસ કરીને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.  જેના આધારે પીઆઇ સંદીપકુમાર વિરૂદ્વ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે તે ઓફીસમાંથી ફરાર થઇ ગયો હતો.  ત્યારે તેને શોધવા અલગ અલગ ટીમ બનાવીને તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે શુક્રવારે સંદીપકુમાર સીબીઆઇ સમક્ષ હાજર થયો હતો. જ્યાં તેની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.