×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકન નાગરિકો તરત જ રશિયા છોડે, US સ્ટેટ ડિપાર્ટમેન્ટે એડવાઈઝરી જારી કરી

Image : Twiitter

અમદાવાદ, 31 માર્ચ 2023, શુક્રવાર

US સ્ટેટ ડિપાર્ટમેન્ટે રશિયામાં રહેતા તેના તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે. રશિયામાં જ્યારથી એક અમેરિકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે ત્યારથી US સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચિંતિત છે અને તેના તરફથી આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ સાથે જ અમેરિકા અને રશિયા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.

પત્રકાર પર જાસૂસીનો આરોપો લાગ્યો હતો

તાજેતરમાં જ એક અમેરિકન પત્રકારની રશિયામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પત્રકાર અમેરિકાના એક ખાનગી અખબાર માટે કામ કરે છે.  સુત્રો અનુસાર ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં રશિયન હુમલાની શરૂઆત પછી રશિયામાં કોઈપણ આંતરરાષ્ટ્રીય પત્રકાર સામે આ પ્રકારની પ્રથમ કાર્યવાહી કરવામાં આવી હતી. શીત યુદ્ધ પછીથી કોઈપણ અમેરિકન સમાચાર આઉટલેટ પર આવી જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો નથી. આ કારણે હવે જ્યારે રશિયામાં આવી કાર્યવાહી થઈ છે ત્યારે અમેરિકા તેનાથી ચિંતિત છે અને તેણે રશિયાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તમામ અમેરિકન નાગરિકોને રશિયા છોડી દેવા માટે કહ્યું છે. બીજી તરફ જે લોકો રશિયા જવાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ ટ્રિપ કેન્સલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

અમેરિકા અને રશિયા વચ્ચે તણાવનું કારણ?

યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે તેઓ બેલારુસમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો તૈનાત કરવા જઈ રહ્યા છે. 1990 પછી આ પ્રથમ વખત હશે જ્યારે રશિયા તેની સરહદની બહાર પરમાણુ હથિયારો તૈનાત કરશે. પુતિને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે યુક્રેનમાં યુદ્ધના કારણે પશ્ચિમી દેશો સાથે તેમનો તણાવ વધી રહ્યો છે. પુતિને જાહેરાત કરી હતી કે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો લાંબા સમયથી વ્યૂહાત્મક પરમાણુ હથિયારો તૈનાત કરવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. બેલારુસ પોલેન્ડની સરહદ ધરાવે છે જે લશ્કરી જોડાણ નાટોનો સભ્ય છે.