×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થવા મુદ્દે જર્મનીએ કહ્યું લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો લાગુ થવા જોઈએ

image : Twitter


જર્મનીએ આજે ​​કહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના કેસમાં "લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો" લાગુ થવા જોઈએ, જેમને ચાર વર્ષ પહેલાં "મોદી અટક" અંગે ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પછી આ જ કારણસર લોકસભા તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ મામલે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ દ્વારા પ્રતિક્રિયા આપવા બદલ જર્મનીને આભાર વ્યક્ત કરાયો હતો. 

જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કરી ટિપ્પણી 

જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે અમે ભારતના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધના નિર્ણયની તેમજ તેમનું સભ્યપદ રદ કરવાના આદેશની નોંધ લીધી છે... અમે જાણીએ છીએ ત્યાં સુધી રાહુલ ગાંધી આ ચુકાદાને પડકારવાની સ્થિતિમાં છે. પ્રવક્તાએ કહ્યું કે તેના પછી એ સ્પષ્ટ થઈ જશે કે શું આ ચુકાદો યથાવત્ રહેશે કે પછી તેમને મળેલા જનાદેશને સસ્પેન્ડ કરવાનો કોઈ આધાર છે કે નહીં...? 

રાહુલને થઈ હતી બે વર્ષની સજા  

પ્રવક્તાએ કહ્યું કે જર્મનીને આશા છે કે આ કેસમાં "ન્યાયિક સ્વતંત્રતાના માપદંડો અને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો" લાગુ કરવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગયા અઠવાડિયે મોદી અટક અંગે કરેલી  ટિપ્પણી માટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવતા. લોકસભાના સચિવાલય દ્વારા તેમનું સાંસદ પદ રદ કરવાની જાહેરાત કરાઈ હતી.  તેમને સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં 2 વર્ષની સજા કરાઈ હતી.