×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફિલિપાઈન્સમાં મોટી હોનારત! 250 લોકોને લઈ જતી ફેરીમાં લાગી આગ, 12 જીવતા ભડથું, અનેક ગુમ

image : Wikipedia/File photo 


દક્ષિણ-પૂર્વ એશિયન દેશ ફિલિપાઈન્સમાં ગુરુવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. અહીં 250 જેટલા લોકોને લઈ જતી એક ફેરીમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના જીવતા ભડથું થઈ જવાના અહેવાલ છે. માહિતી અનુસાર ઘણા લોકો દાઝી ગયા છે. ભીષણ દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

પેસિફિક મહાસાગરમાં દુર્ઘટના થઈ 

બેસિલાન ક્ષેત્રના ગવર્નર જિમ હેટમેને માહિતી આપી હતી કે આ દુર્ઘટના પેસિફિક મહાસાગરમાં ત્યારે થઇ હતી જ્યારે ફિલિપાઈન્સમાં 250 લોકોને લઈ જતી એક ફેરી આગની લપેટમાં આવી ગઈ હતી. અત્યાર સુધીના અહેવાલ અનુસાર 12 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 7 ગુમ હોવાની માહિતી મળી છે. રાહત અને બચાવ કામગીરી હજુ ચાલી રહી છે. ઘણા લોકો ડૂબી કે આગની લપેટમાં આવતા મૃત્યુ પામ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. તેમણે કહ્યું કે અનેક લોકો આગના ડરથી મહાસાગરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ કોસ્ટગાર્ડ, નેવી, અન્ય બોટ તથા સ્થાનિક માછીમારોની મદદથી  મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા.

મૃતકોમાં 3 બાળકો સામેલ  

તેમણે આપેલી માહિતી અનુસાર મૃતકોમાં ૩ બાળકોનો સમાવેશ થાય છે. આ બાળકો તેમના માતા-પિતાથી વિખૂટાં પડી ગયા હોઈ શકે છે. આશરે 23 જેટલા પેસેન્જર ઘવાયા પણ હતા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  અનેક લોકો તો દરિયામાં ડૂબી જવાને કારણે પણ મૃત્યુ પામ્યા છે.