×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહાઠગ કિરણ પટેલના પત્નીની ધરપકડ, છેતરપિંડી મામલે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી



અમદાવાદ, 28 માર્ચ 2023, મંગળવાર

મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. છેતરપિંડી મામલે માલિની પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલના પત્નીની ધરપકડ કરવામાં આવી છે. 

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.સિંધુભવન રોડ પરના જગદીશપુરમ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચની ટીમે નડિયાદથી ધરપકડ કરી છે.  આ મામલે થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો.

શું હતો મામલો ?

ગુજરાતના રહેવાસી કિરણ પટેલ પોતે પીએમનો એક મોટો અધિકારી હોવાનુ જણાવતો હતો અને જમ્મુ- કાશ્મીરમાં સરકારી અધિકારીઓને છેતર્યાની ઘટના સામે આવી હતી. આ મહાઠગના કેટલાય કારનામાં બહાર આવી રહ્યા છે. આ મહાઠગે પોતે બહુ ઉચ્ચ હોદ્દા પર હોવાનું કહીને છેતરપિંડી કરી હતી. કિરણ પટેલની સાથે તેમની પત્ની માલિની પટેલની સાથે મળીને ગુજરાતના પૂર્વ મંત્રીના ભાઈના સિંધુભવન રોડ પર સ્થિત નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. આ બંગલાના રિનોવેશનનું કામ 35 લાખમાં કરવા માટે હાથમાં લીધુ હતુ અને ત્યારબાદ આ બંગલાની નેમ પ્લેટ બદલાવી નાખી હતી અને આ બંગલો પોતાની માલિકીનો બંગલો હોય તેવું બતાવી વાસ્તુ પૂજન પણ કર્યુ હતું અને તેના ફોટા પણ પાડ્યા હતા. આ ફોટા સાથે કિરણ પટેલે સિવિલ કોર્ટમાં પોતે માલિક હોવાનો ખોટો કેસ પણ દાખલ કર્યો હતો. આ મામલે પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો.