×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મૃતક જાવરીમલની રાજસ્થાન સ્થિત મિલકતના માલિક તેના કાકા નીકળ્યા

અમદાવાદ,સોમવાર

રાજકોટના ફોરેન ટ્રેડના જોઇન્ટ ડાયરેક્ટર જનરલ જાવરીમલ બિશ્નોઇના લાંચ કેસમાં તેની આત્મહત્યા બાદ તપાસને વ્યાપક અસર થઇ છે. જેમાં તેણે ધરપકડ બાદ સીબીઆઇને મીસલીડ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પુછપરછમાં જાવરીમલે જણાવ્યું હતું કે રાજસ્થાનના બિકાનેર અને નાગોરમાં તેની પિતૃક સપત્તિ આવેલી છે અને તેણે ત્યાં ઘણું રોકાણ કર્યું છે. જો કે સોમવારે સીબીઆઇની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ સંપત્તિ તેમના કાકા અન્ય લોકોની હતી. આમ, સીબીઆઇને બિશ્નોઇની મિલકતો અંગે કોઇ ચોક્કસ માહિતી મળી શકી નથી. બીજી તરફ સીબીઆઇ આ કેસમાં મૃતકની પત્ની અને દીકરાની શંકાસ્પદ ભૂમિકાને આધારે તેમના વિરૂદ્વ પણ કાર્યવાહી કરી શકે છે.રાજકોટમાં આવેલી ફોરેન ટ્રેડ ઓફિસના જોઇન્ટ ડાયરેક્ટર જનરલ જાવરીમલ બિશ્નોઇને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવાયા હતા. ત્યારે બીજા દિવસે સવારે તેણે પુછપરછ દરમિયાન ચોથામાળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. રાત સમયની પુછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેણે નાણાંનું રોકાણ બિકાનેર અને નાગોર જિલ્લામાં આવેલા તેમના વતન ખાતે કર્યું હતું. જેથી સોમવારે સીબીઆઇની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના વતનમાં આવેલી મિલકતો વર્ષોથી તેમના કાકા અને અન્ય પરિવારજનોના નામે છે અને તેમાં જાવરીમલે કોઇ રોકાણ કર્યું નથી. આમ, જાવરીમલે સીબીઆઇની ટીમને પુછપરછમાં મીસલીડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે બીજી તરફ આ કેસમાં મૃતકની પત્ની અને તેના પુત્રની ભૂમિકા પણ શંકાસ્પદ છે અને રૂપિયા ૫૦ લાખની રોકડને રફેદફે કરતા સમયના પુરાવા પણ સીબીઆઇને મળ્યા છે. જેના આધારે આગામી સમયમાં બંને વિરૂદ્વ ગુનો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.