×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત 2025 સુધીમાં ટીબીને નાબુદ કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે : PM મોદી

Image Twitter

વારાણસી, તા. 24 માર્ચ 2023, શુક્રવાર 

વડાપ્રધાન મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે છે. આજે તેમણે 'વન વર્લ્ડ ટીબી સમિટ'માં પોતાનું ભાષણ આપતાં કહ્યુ હતુ કે, ખૂબ આંનદની વાત છે કે કાશીમાં 'વન વર્લ્ડ ટીબી સમિટ' થઈ રહી છે. મારા સદનસીબ છે કે હુ કાશીનો સાંસદ પણ છું. તેમણે કહ્યું કે કાશી એક શાશ્વત ભુમિ છે અને તે હજારો વર્ષોથી માનવતાના પ્રયાસો અને પરિશ્રમની સાક્ષી છે. 

2025 સુધીમાં ટીબીને નાબુદ કરવાનું લક્ષ્ય છે મોદી

વડાપ્રધાન મોદીએ આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં વાત કરતા કહ્યું હતુ કે ભારત હવે વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબુદ કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. વિશ્વમાથી ટીબીને નાબુદ કરવાનો વૈશ્વિક લક્ષ્ય 2030 છે, પરંતુ ભારત વર્ષ 2025 સુધીમાં ટીબીને સમાપ્ત કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યુ હતુ કે આજે ભારતમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં નોધપાત્ર રીતે ઘટી રહી છે. આ ઉપરાંત  દેશના કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરને ટીબી ફ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સફળતા માટે વડાપ્રધાને લોકોને અભિનંદન પાઠવ્યા હતા.