×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફાંસી કે મૃત્યુદંડ ત્યારે જ આપો જ્યારે દોષિતમાં સુધારાની કોઈ સંભાવના જ ન હોય : સુપ્રીમકોર્ટ

image : Twitter


સુપ્રીમકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે કોઈપણ દોષિતને ફાંસી કે મૃત્યુદંડ ત્યારે જ આપવામાં આવે જ્યારે તેનામાં સુધારાની આશા અને ગુંજાઈશ ખતમ થઈ ગઈ હોય. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ હેમા કોહલી અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની બેન્ચે એ વાત પર ભાર મૂક્યો હતો કે એક દોષિતમાં સુધારા થવાની શક્યતા છે કે નહીં તે નક્કી કરતી સ્થિતિઓ અને પરિસ્થિતિઓ શું હોવી જોઈએ? 

૩ જજોની બેન્ચે શું નિર્ણય કર્યો ? 

21 માર્ચના ચુકાદામાં સુપ્રીમકોર્ટના 3 જજોની બેન્ચે સુંદરરાજન નામની વ્યક્તિની મૃત્યુદંડની સજાને ઘટાડતા 20 વર્ષ કેદની સજા કરી દીધી હતી. સુંદરરાજનને 2009માં 7 વર્ષના એક બાળકના અપહરણ અને તેની હત્યા કરવાનો દોષિત ઠેરવાયો હતો અને તેને આ ગુના બદલ મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી. 

સજા યથાવત્ રાખી પણ ... 

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતા સુંદરરાજનની સજાને યથાવત્ તો રાખી પણ મત્યુદંડની સજાને ઘટાડીને 20 વર્ષની સજા કરી દીધી હતી. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે કોઈપણ ગુનાઇત કૃત્યના દોષિતની સજાને ઘટાડવાના કારણોમાં આરોપીની પૃષ્ઠભૂમિ, કસ્ટડી કે કેદની મુદ્દતમાં જેલમાં તેનું આચરણ કે તેનો ગુનાઈત ઈતિહાસ સામેલ હોય છે.