×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, એક સપ્તાહમાં 5 હજાર જેટલો વધારો નોંધાયો


વૈશ્વિક સંકટની અસર દરેક ક્ષેત્રે થતી જોવા મળે છે. તાજેતરમાં જ અમેરિકી બે બેંકો આર્થિક સંકટનો શિકાર બની હતી. જેની અસર સીધી અસર વિશ્વના બજાર પર પણ જોવા મળી છે. ભારતીય શેર બજારમાં આ કારણે મોટાપાયેએ મંદીના માહોલમાંથી પસાર થઇ રહ્યું છે. જેના લીધી રોકાણકરો સોનાની ખરીદીને એક વિકલ્પ તરીકે પસંદ કર્યો હતો. પરંતુ આજે સોનાની વાત કરવામાં આવે તો કિંમતમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો અને 10 ગ્રામના સોનાનો ભાવ 60 હજાર રૂપિયા સુધીના નોંધાયો છે.


એક સપ્તાહમાં સોનાના ભાવમાં 5 હજાર જેટલો વધારો

સોનાના ભાવમાં વધારાને લઇ એક વિશ્લેષકે જણાવ્યું કે, સોનાની કિંમતનો વધારો અમેરિકા અને અન્ય દેશોના બેન્કિંગ ક્ષેત્રે સંકટ, તથા ડોલરની નબળાઈ અને સેફ રોકાણની માંગ, શેર બજારમાં ઉતારચડાવ સહિતના કારણો જવાબદાર છે. શેરબજારમાં ભારે ઉતરચડાવને કારણે લોકો રોકાણ માટે સોનાને પસંદ કરી રહ્યા છે. જેથી એક સપ્તાહમાં સોનાના ભાવમાં 5 હજાર જેટલો વધારો નોંધાયો છે. 


વૈશ્વિક બુલિયન માર્કેટ ત્રણ વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક વધારો દર્શાવે છે

એક વિશ્લેષક અનુસાર, કોમેક્સ સોનાના ભાવ એશિયન ટ્રેડિંગ કલાકોમાં વેગ પકડ્યા હતા અને 55 સપ્તાહની ટોચે $2,005 પ્રતિ ઔંસને સ્પર્શ્યા હતા. આ વિષેજ્ઞના દાવા અનુસાર,“બેન્કિંગ કટોકટીના મોજાએ વૈશ્વિક બજારોને હચમચાવી નાખ્યા હતા અને બુલિયનમાં ત્રણ વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક વધારો જોવા મળ્યો હતો.