×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચૂંટણી સમયે વાયરલ થયેલી પત્રિકાઓ મુદ્દે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ



અમદાવાદ, 20 માર્ચ 2023 સોમવાર

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ જીતુ વાઘાણી સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે હાઈકોર્ટે 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલ્યુ છે. આ અરજીમાં જીતુ વઘાણી પર ભાજપને સમર્થન આપતી ખોટી પત્રિકાઓની વહેંચણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી આગામી 21 એપ્રિલના રોજ યોજાશે. 

AAPના નેતાનો જીતુ વાઘાણી પર આક્ષેપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. તે છતાંય ભાજપને આ વખતે 156 બેઠકો પર જીત મળી છે. ત્યારે ચૂંટણી પછી આમ આદમી દ્વારા પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર વિધાનસભા બેઠક પરથી લડેલા રાજુભાઈ સોલંકીએ પૂર્વ શિક્ષણ પ્રધાન અને ભાજપ તરફથી જીતાયેલા જીતુભાઈ વાઘાણીની સામે ગંભીર આરોપ લગાવ્યા હતાં.આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીનું કહેવું છે કે ભાજપ દ્વારા ષડયંત્ર કરીને ચૂંટણી જીતવામાં આવી છે.



શું કહ્યું હતું ચૂંટણી બાદની પ્રેસ કોન્ફરન્સમાં
રાજુ સોલંકીએ એ સમયે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે,  ભાજપે આ ચૂંટણી જીતવા માટે સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી. અમે આ બાબતે પોલીસમાં પણ જાણ કરી હતી. પરંતુ પોલીસનો અમને સહકાર મળ્યો નથી. છેલ્લી ઘડી સુધી મારા નામની પત્રિકા વેચીને મને નુકસાન પહોંચાડ્યું છે. રાજુભાઈ સોલંકી જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબતે કલેકટર અને DYSPને પણ રજૂઆત કરાઈ છે. પરંતુ કોઈ કાર્યવાહી કરાવી નથી.