×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારની જાહેરાત, શ્રમિકોના લઘુતમ માસિક વેતનની રકમમાં 24.63 ટકાનો વધારો



ગાંધીનગર, 20 માર્ચ 2023 સોમવાર

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે લઘુતમ માસિક વેતનની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં શ્રમિકોના માસિક વેતનમાં 24.63 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. 

46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકોના વેતનમાં વધારો
શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કલમ 44 હેઠળ 46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 

માસિક વેતનની રકમમાં 24.63 ટકાનો વધારો
46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં શ્રમિકો અને લઘુતમ વેતનદારોને અગાઉ માસિક વેતન 9 હજાર 887.80 રૂપિયા મળતું હતું. તેમાં 2 હજાર 436.20 રૂપિયાનો વધારો કરીને હવે શ્રમિકોને માસિક વેતન 12, હજાર 324 રૂપિયા આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારે અર્ધકુશળ શ્રમિકોને માસિક 11,786 લઘુત્તમ વેતન આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત બિનકુશળ શ્રમિકોને માસિક 11,752 લઘુત્તમ વેતન મળશે.