×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એલોન મસ્કની મોટી જાહેરાત, ટ્વિટર પર પ્રતિ મિનિટ યુઝર્સની સંખ્યા 8 અબજને પાર


એલોન મસ્કે જયારે ઑક્ટોબર 2022માં ટ્વિટર ટેકઓવર કર્યું ત્યારથી અત્યાર સુધીમાં આ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ઘણા મોટા ફેરફારો કર્યા છે. તેની અસર હવે જોવા મળી રહી છે. ટ્વિટરના સીઈઓ મસ્કે જણાવ્યું કે, આ  માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પ્રતિ મિનિટ યુઝર્સની સંખ્યા 8 અબજને પાર જોવા મળે છે. આ બાબતે ટ્વીટમાં માહિતી આપતાં તેમણે કહ્યું કે, 'આ પ્લેટફોર્મ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે! તાજેતરમાં પ્લેટફોર્મ પર પ્રતિ મિનિટ વપરાશકર્તાઓની સંખ્યા 8 અબજને વટાવી ગઈ છે. આ દુનિયાના સૌથી સ્માર્ટ લોકો છે.

મેસેજિંગ સર્વિસનો હિસ્સો 5 થી 6 ટકા પ્રતિ મિનિટથી વધારી 15 ટકા કરવાનો પ્રયાસ 

ટ્વિટર ટેકઓવર થયા પછી, એલોન મસ્ક પ્લેટફોર્મમાં વપરાશકર્તાઓની સંખ્યા અને આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેને લઇ તેણે ટ્વિટર પર ઘણા નવા ફીચર્સ પણ એડ કર્યા છે. અગાઉ પણ મસ્કે જાણકારી આપી હતી કે, ટ્વિટરની મેસેજિંગ સર્વિસનો હિસ્સો 5 થી 6 ટકા પ્રતિ મિનિટ છે, જેને હવે વધારીને 15 ટકા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે, જાહેરાતનું યોગ્ય આયોજન કરવામાં આવશે જેથી પ્લેટફોર્મ અને વપરાશકર્તાઓ બંનેને ફાયદો થાય.

ટ્વિટર પર AIનો ઉપયોગ કરવામાં આવશે

આ પહેલા પણ એલોન મસ્કે જાહેરાત કરી હતી કે, AIનો ઉપયોગ Twitter પર કન્ટેન્ટ મોડેશનમાં સ્ટાફની અછતને પહોંચી વળવા અને લોકોના અભિપ્રાયની શોધવાખોળ માટે કરવામાં આવશે. મસ્ક જ્યારથી  ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી કંપનીમાં છટણીના ઘણા રાઉન્ડ થયા છે. આવી સ્થિતિમાં પ્લેટફોર્મ પર કન્ટેન્ટ મોડરેશનના અભાવને પૂર્ણ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

મસ્કે અલ્ગોરિધમને ઓપન સોર્સ બનાવવાની વાત કરી 

આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં મસ્કે અલ્ગોરિધમને ઓપન સોર્સ બનાવવાની વાત કરી હતી. ઑક્ટોબર મહિનામાં એલોન મસ્કે ટ્વિટરને કુલ 44 બિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું. ત્યારથી, મસ્ક તેના ખર્ચને વસૂલવા માટે ઘણા મોટા પગલાં લઈ રહ્યો છે. તેમાં બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન જેવા ઘણા મહત્વપૂર્ણ પગલાં સામેલ છે.