×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કમોસમી વરસાદના પગલે CMએ કરી બેઠક, નુકસાનીના સર્વે માટે કરી સમીક્ષા


રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાની માઠી અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ઉભા પાકોને કમોસમી વરસાદથી ભારે નુકશાન થયું છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે  સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. મુખ્યમંત્રીએ યોજેલી આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના અઘિક મુખ્ય સચિવ પંકજ જોષી, મહેસુલના અઘિક મુખ્ય સચિવ કમલ દયાની તેમજ સંબંઘિત વિભાગોના અગ્ર સચિવઓ, સચિવઓ અને રાહત કમિશ્નરએ ૫ણ હાજરી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  પાકોના નુકસાનની પ્રાથમિક માહિતી મેળવી 

રાજ્યમાં અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નુકસાનની પ્રાથમિક માહિતી મેળવી હતી. 

નુકસાનીના સર્વે માટે ટીમો કાર્યરત કરવામાં આવી 

તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનોના પ્રાથમિક સર્વે કરવા માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કલેક્ટરોને આપ્યું માર્ગદર્શન 

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહ્યું કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તેને લગતા દિશાનિર્દેશો રજૂ કરવામાં આવે. 

પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલે મુખ્ય સચિવએ રજૂ કરી એડવાઈઝરી 

કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડુતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરઓને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવએ જણાવ્યુ હતું. 

5 માર્ચથી 9 માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે, રાજ્યના 27 જિલ્લાઓના 111 તાલુકાઓમાં 1 મિ.મિ.થી 47 મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે 18 જિલ્લાના ૩૩ તાલુકાઓ એવા છે, જ્યાં 10 મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ 5 માર્ચથી 9 માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.