×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

INDVSAUS Live : ઓસ્ટ્રેલિયાની બેટીંગ શરૂ, ભારત સામે જીતવા 118 રનનું લક્ષ્ય

Image - ICC Twitter

વિશાખાપટ્ટનમ, તા.19 માર્ચ-2023, રવિવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કરી ભારતનો બેટીંગ કરવાનું આપ્યુંહ હતું, જોકે ભારતીય ટીમનો ધબડકો થયો છે. દિગ્ગજ બેટ્સમેનો ફેઈલ થયા છે. ભારતની ઈનિંગ 117 રનમાં જ સમેટાઈ ગઈ છે. ભારતના સાત બેટ્સમેન બે અંકોના આંકડાને સ્પર્શી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 5 વિકેડ ઝડપી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની બેટીંગ શરૂ થઈ ગઈ છે અને હાલ ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ મેદાનમાં છે.

ભારતીય ટીમનો સ્કોર

  • 26 ઓવરમાં 117/10
  • 25 ઓવરમાં 103/9
  • 20 ઓવરમાં 91/7
  • 15 ઓવરમાં 70/6
  • 10 ઓવરમાં 51/5
  • 05 ઓવરમાં 32/3

ત્રણ મેચની સીરીઝમાં ભારત 1-0થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મુંબઈના વાનખેડે સ્ટેડિમમાં રમાઈ હતી, જેમાં મહામુસીબતે ભારતે જીત મેળવી હતી. આ મેચમાં કે.એલ.રાહુલ અને રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટીંગના કારણે ભારતે જીત મેળવી હતી. તો આજની બીજી વન-ડે મેચમાં પણ ભારતનો ધબડકો થયો છે. ભારતે પહેલી વન-ડે મેચ પાંચ વિકેટથી જીતી હતી. પ્રથમ વન-ડે જીત્યા બાદ ત્રણ મેચની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. 

ભારતની પ્લેઇંગ -11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

બીજી વન-ડે : મિશેલ-સ્ટાર્કની ધમાકેદાર બોલીંગ સામે ભારતીય ટીમ 117 રનમાં ઓલઆઉટ, વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો

પ્રથમ વન-ડે : રાહુલ-જાડેજાની મજબૂત બેટીંગ બાદ ભારતની ઓસ્ટ્રેલિયા સામે જીત, વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો