×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોલેજિયમ સિસ્ટમને લઇ કાયદામંત્રી સાથેના કોઈપણ વિવાદમાં પાડવા માંગતો નથી: CJI

Image: Wikipedia



ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આજે ન્યાયાધીશોની નિમણૂકની કોલેજિયમ સિસ્ટમને લઇ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે આ નિવેદન દ્વારા કોલેજિયમ સિસ્ટમનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક સિસ્ટમ સંપૂર્ણ નથી, આ સર્વોતમ શ્રેષ્ઠ પ્રણાલી છે. આજે સીજેઆઈએ કહ્યું હતું કે, ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવા માટે તેને બહારના પ્રભાવથી સુરક્ષિત રાખવું પડશે.

અમે વિકસિત કરેલી આ શ્રેષ્ઠ સિસ્ટમ છે 

CJI ચંદ્રચુડે વધારે કહ્યું કે, દરેક સિસ્ટમ પરફેક્ટ નથી હોતી પરંતુ આ અમે વિકસિત કરેલી શ્રેષ્ઠ સિસ્ટમ છે. જોકે, તેનો ઉદ્દેશ્ય ન્યાયતંત્રની સ્વતંત્રતાનું રક્ષણ કરવાનો હતો, જે તેનું મુખ્ય મૂલ્ય છે. આપણે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવા માટે બહારના પ્રભાવોથી અલગ રાખવું પડશે.

CJI સરકાર વિરુધ નારાજગી કરી વ્યક્ત

CJI એ કાયદા પ્રધાન કિરેન રિજિજુ દ્વારા બંધારણીય અદાલતોના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોને મંજૂરી ન આપવાના સરકારના કારણો જાહેર કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

ન્યાયતંત્ર કોઈ જૂથ અથવા રાજકીય જોડાણનો ભાગ નથી 

આ ઉપરાંત કાયદા મંત્રીએ કહ્યું હતું કે, કેટલાક એવા ન્યાયાધીશો છે જેઓ એક્ટિવિસ્ટ છે અને ભારત વિરોધી ગેંગનો એક ભાગ છે જે વિરોધ પક્ષોની જેમ ન્યાયતંત્રને સરકાર વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સરકાર પર લગામ લગાવવાનું કહે છે. એવું ન હોઈ શકે કે ન્યાયતંત્ર કોઈ જૂથ અથવા રાજકીય જોડાણનો ભાગ નથી. હું કાયદા પ્રધાન સાથે મુદ્દાઓને જોડવા માંગતો નથી બસ દ્રષ્ટિકોણમાં તફાવત હશે."