×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સી.આર.પાટીલને રાજસ્થાનમાં મળી શકે છે મોટી જવાબદારી, PM મોદી કરી શકે છે જાહેરાત

image : Twitter


ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોટી જવાબદારીઓની ભેટ મળી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને રાજસ્થાનના ઈન્ચાર્જ  બનાવવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવનાર સી.આર. પાટીલને રાજસ્થાનમાં 'વસુંધરા ફેક્ટર'નો સામનો કરવો પડશે અને પાર્ટીને મોટી જીત અપાવવી પડશે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પાસેથી તેની સંમતિ મળી ગઈ છે અને ટૂંક સમયમાં આ અંગે જાહેરાત થઈ શકે છે.

રાજસ્થાનના વર્તમાન ઈન્ચાર્જ અરુણ સિંહને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે 

આ સાથે જ રાજસ્થાનના વર્તમાન ઈન્ચાર્જ અરુણ સિંહને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે તેવી ચર્ચા છે. તેમની પાસે કર્ણાટક રાજ્યનો વધારાનો હવાલો છે અને તેઓ પાર્ટીમાં મહાસચિવનો હોદ્દો પણ ધરાવે છે. ચાર મહત્વના રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે.

પીએમ મોદીએ પણ ભરપૂર પ્રશંસા કરી હતી 

સીઆર પાટીલને ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના નેતાઓમાંના એક તરીકે જોવામાં આવે છે. સુરતના નવસારી લોકસભા મતવિસ્તારમાંથી 2009થી રેકોર્ડ માર્જિનથી જીતેલા પાટીલને ચૂંટણી રણનીતિના માસ્ટર માનવામાં આવે છે. પેજ પ્રમુખોને જવાબદારી સોંપીને 'દરેક બૂથ જીતવા'ની ભાજપની માઇક્રો-લેવલ ચૂંટણી વ્યૂહરચના સી.આર. પાટીલના મગજની ઉપજ હોવાનું માનવામાં આવે છે. દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લેઆમ સીઆર પાટીલના કામની પ્રશંસા કરી હતી.