×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારની આ જાહેરાતથી રોજગારીની તકો ઉભી થશે, રાજ્યમાં 21 નવી GIDC બનાવવાનો નિર્ણય



ગાંધીનગર, 15 માર્ચ 2023 બુધવાર

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સત્ર દરમિયાન ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નવી 21 GIDC બનાવવાની જાહેરાત કરી છે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રાજ્યમાં નવી 21 GIDC બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી રોજગારીની તકો વધશે. આ જાહેરાતથી અમદાવાદના ગાંગડમાં નવી GIDCની સ્થાપના થશે. 

રાજ્યમાં આ જગ્યાએ નવી GIDC બનશે
ઉદ્યોગમંત્રીની જાહેરાત બાદ રાજ્યમાં બનાસકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભીલડી, પાલનપુર, પાટણના સિદ્ધપુર અને સાંતલપુર, રાજકોટના વિંછિયા, ભરૂચના આમોદ તેમજ મહેસાણાના જોટાણા તથા નાની ભલુમાં જ્યારે ગાંધીનગરના કડજોદરા નવી જીઆઈડીસી સ્થાપાશે. છોટા ઉદેપુરના લડોદમાં અને અમરેલીના સાવરકુંડલા તેમજ ગીર સોમનાથના નવા બંદરમાં નવી GIDCમાં બનાવવાની જાહેરાત કરાઈ છે. ખેડાના ઠાસરા પણ નવી GIDC બનશે.

આ નિર્ણયથી રોજગારીની તકો વધશે
ઉદ્યોગમંત્રીએ ઉદ્યોગ વિભાગના પ્રશ્નોના જવાબો આપતાં કહ્યું હતુંકે, રાજ્યમાં જે નવી GIDC બનાવવાની વાત કરવામાં આવી છે. તે માટે ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા માટે અભ્યાસ કરાશે તેમજ ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો પણ અભ્યાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં નવી 21 GIDC બનાવવાની જાહેરાત કરાઈ છે ત્યારે આ નિર્ણયથી રોજગારીની તકો વધશે.