×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

G-20 બેઠકના પગલે આ શહેરે ભીખ માંગવા પર લગાવ્યો પ્રતિબંધ, 30 એપ્રિલ સુધી આદેશ

Image: Pixabay



આપણે રસ્તા પર જતા હોય ત્યારે કેટલાક લોકોને સિગ્નલ પર અને અન્ય ઘણી જગ્યાએ ભીખ માંગતા જોયા હશે. આ જોતા જ વિચાર આવતો હશે કે આ લોકો આખો દિવસ ભીખ કેવી રીતે માંગી શકે છે. હાલમાં ભીખ માંગવા પર પ્રતિબંધ કરતા સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આવેલ નાગપુર શહેરમાં ભીખ માંગવા પર રોક લગાવવામાં આવી છે.

G-20 બેઠકના પગલે આ નિર્ણય લેવાયો 

નાગપુર પ્રશાસને કલમ 144નો ઉપયોગ કરી સમગ્ર શહેરમાં ભિખારીઓ પર ભીખ માંગવા વિરુધ પ્રતિબંધ મુક્યો છે. વહીવટીતંત્રે કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ભીખ માંગતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પ્રતિબંધ મુકવા પાછળનું કારણ G-20ની બેઠક છે કે જે નાગપુર શહેરમાં 20 અને 21 માર્ચે  યોજાશે. જે અંતર્ગત નાગપુર પોલીસે ચાર રસ્તા પર ભીખ માંગીને પરેશાન કરનારાઓ સામે વિશેષ એક અભિયાન શરૂ કર્યું છે.

આ આદેશ 30 એપ્રિલ સુધી અમલી બનશે 

નાગપુરના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ક્રિમિનલ પીનલ કોડની કલમ 144 હેઠળ મેળાવડાને રોકવાનો આદેશ અમલમાં મુકવામાં આવ્યો છે. આ આદેશ 30 એપ્રિલ સુધી અમલી બનશે. પોલીસ દ્વારા આ આદેશ રજૂ થતાંની સાથે જ નાગપુરથી 150 ભિખારીઓનું એક જૂથ તેમના વતન જવા રવાના થઇ ગયું, જેમાં 30 બાળકો, 40 મહિલાઓ અને 80 પુરુષોનો સમાવેશ થાય છે.