×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈડીના દરોડા વચ્ચે નીતીશ કુમારની આ જાહેરાત લાલુ અને આરજેડીનું મનોબળ ચોક્કસ વધારશે

image : Twitter


લેન્ડ ફોર જોબ સ્કેમ મામાલે રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી બાદ સીબીઆઈ હવે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની પણ પૂછપરછ કરશે. તેમને પણ સમન્સ મોકલાયું છે. આ મામલે મુખ્યમંત્રી નીતીશ કુમારે મૌન તોડતાં કહ્યું કે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર આ તમામ મામલે જવાબ આપી રહ્યો છે. પહેલા પણ આ પ્રકારની કાર્યવાહી થઈ હતી. હવે જેડીયુ અને આરજેડી ફરી એકજૂટ છે એટલા માટે જ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

નીતીશે કહ્યું ચિંતા ન કરશો 

તેજસ્વી યાદવ અને તેમના પરિવારના અન્ય સભ્યોના ઠેકાણે ઈડીના દરોડા અંગે મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે એ લોકો તો જવાબ આપી રહ્યા છે.  અગાઉ પણ આવી 2017માં કાર્યવાહી થઈ હતી અને હવે ફરી થઇ રહી છે. મીડિયાએ આ દરમિયાન નીતીશ કુમારને સવાલ કર્યો કે ફરી ગઠબંધન તૂટશે એવી ચર્ચા ચાલી રહી છે. તેના પ રમુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે એવું કંઈ જ નથી. તમે લોકો ચિંતા ન કરશો. 

મામલો શું છે? 

આ મામલો લાલુ પ્રસાદના 2004થી 2009 વચ્ચે રેલવેમંત્રી પદે રહેવા દરમિયાનનો છે. આરોપ છે કે તેમણે જમીન લઈને બે ડઝનથી વધુ લોકોને રેલવેમાં ગ્રૂપ સી અને ડીમાં નોકરીઓ આપી હતી. આ મામલે ઈડીએ સીબીઆઈની એફઆઈઆરને આધાર બનાવતા મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.