×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદી કાલે છઠ્ઠીવાર કર્ણાટકની મુલાકાત લેશે, બેંગ્લુરુ-મૈસુર એક્સપ્રેસવેનું ઉદઘાટન કરશે

image : Twitter


વડાપ્રધાન મોદી આવતીકાલે વધુ એક વાર કર્ણાટકની મુલાકાત લેવાના છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી બેંગલુરુ મૈસુર એક્સપ્રેસ વેને રાષ્ટ્રની સમર્પિત કરશે. 8480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ 118 km લાંબો એક્સપ્રેસવે બંને શહેરો વચ્ચેની યાત્રાનો સમય ત્રણ કલાકથી ઘટાડીને ફક્ત 75 મિનિટનો કરી દેશે. પીએમ મોદી આ વર્ષે છઠ્ઠી વખત કર્ણાટકની મુલાકાતે જઈ રહ્યા છે. રાજ્યમાં એપ્રિલ મેમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. તેને ધ્યાનમાં રાખીને આ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. 

વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ-ઉદઘાટન કરશે 

રવિવારે પીએમ મોદી માંડ્યાની મુલાકાત લેશે. અહીં બપોરે 12:00 વાગ્યે પરિયોજનાઓનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કરશે. તેના પછી પીએમ મોદી ધારવાડ જશે. બપોરે 3:30 આઇઆઇટી ધારવાડની મુલાકાત લેશે. હુબલી ધારવાડ વચ્ચે બે ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના પણ કરશે. કર્ણાટકમાં હાલના દિવસોમાં ભાજપની ચાર વિજય સંકલ્પ યાત્રાઓ ચાલી રહી છે. તેનું સમાપન 25 માર્ચે એક મોટી જનસભા ના સ્વરૂપમાં થશે. પીએમ મોદી આ જનસભા ને પણ સંબોધિત કરવા માટે ફરી એકવાર કર્ણાટકની મુલાકાત લેશે.