×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રહ્માંડના સૌથી મોટા બ્લેક હોલવાળી દુર્લભ ગેલેક્સી શોધાઈ, સૂર્ય કરતા લગભગ 30 હજાર કરોડ ગણી મોટી

Image: Pixabay 


અવકાશમાં એક અત્યંત દુર્લભ આકાશગંગા મળી આવી છે. જેની અંદર ત્રણ વિશાળ બ્લેક હોલ જોવા મળ્યા છે. આ દુર્લભ આકાશગંગા છે કારણ કે તેમાં ત્રણ ગેલેક્સી જોવા મળી છે. આ બધા મળીને બ્રહ્માંડનો સૌથી મોટી વસ્તુની રચના કરતું જોવા મળે છે. આ બ્લેક હોલ એટલા મોટા છે કે તે 1000 કરોડ સૂર્યના વજન જેટલા હશે. એટલે કે આ બ્લેક હોલ આપણા સૂર્ય કરતા 30 હજાર કરોડ ગણા મોટા છે. આ બ્લેક હોલ આપણી આકાશગંગામાં રહેલા બ્લેક હોલ કરતા લાખો ગણા મોટા છે.

Image: Pixabay



વૈજ્ઞાનિકો ASTRID તકનીકથી અભ્યાસ કરી રહ્યા છે 

વૈજ્ઞાનિકો આ ત્રણ ગેલેક્સીની સ્ટડી ASTRID તકનીકથી અભ્યાસ કરી રહ્યા છે. તે ઉચ્ચ રીઝોલ્યુશન કોસ્મોલોજીકલ સિમ્યુલેશન છે. આ દ્વારા વૈજ્ઞાનિકો બ્રહ્માંડની ઉત્પત્તિના સમયની શોધ કરી રહ્યા છે. જે લગભગ 1100 કરોડ વર્ષ જૂનું માનવામાં આવે છે.

આ વિશાળ બ્લેક હોલ ત્રણ આકાશગંગાના મર્જરથી બન્યું છે 

આ દરમિયાન, વૈજ્ઞાનિકોને આ વિશાળ બ્લેક હોલ વિશે જાણવા મળ્યું જે ત્રણ આકાશગંગાના મર્જરથી બન્યું છે. દરેક આકાશગંગાનું પોતાનું ક્વાસર હોય છે. ક્વાસાર એ વિશાળ બ્લેક હોલ છે, જે રેડિયેશન અને ગેસ ખાતા રહે છે. તેઓ આસપાસના તારાઓ અને ગ્રહોના કિરણોત્સર્ગ અને ગેસને ગળી જાય છે.