×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જર્મનીના હેમ્બર્ગ શહેરમાં ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગ, 7થી વધુના મોત, 12 લોકો ઘવાયા

image : envato 


જર્મનીના શહેર હેમ્બર્ગથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. હેમ્બર્ગમાં રવિવારે (5 માર્ચ) એક ચર્ચમાં અચાનક ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. જર્મની પોલીસે ગુરુવારે (9 માર્ચ) જણાવ્યું હતું કે ગોળીબાર લગભગ 9:15 વાગ્યે થયો હતો.

એક ચર્ચમાં ગોળીબાર કરાયો 

પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, પ્રારંભિક સંકેતો અનુસાર, ગ્રોસબોર્સ્ટેલ જિલ્લાના ડેલબોઇઝ સ્ટ્રીટમાં એક ચર્ચમાં ગોળીબાર કરાયો હતો. તેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. તેઓએ લોકોને આ વિસ્તારમાં રહેતા લોકોને " વધારે પડતા જોખમ" વિશે એલર્ટ આપવા માટે ઈમરજન્સી એલર્ટ  એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે.

પોલીસ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે

જર્મન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવાના સંદેશા મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને એકદમ જરૂરી હોય ત્યારે જ ફોનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી નેટવર્ક પર બોજ ન પડે.

હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી

બીજી બાજુ આ હુમલા પાછળના હેતુ વિશે, પોલીસ પ્રવક્તાએ કહ્યું કે "આ ગુના પાછળના હેતુ વિશે હજી સુધી કોઈ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ નથી." હેમ્બર્ગના મેયર પીટર સ્નિટ્ઝરે કહ્યું, હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. પોલીસ ગુનેગારોને શોધી કાઢવા અને પૃષ્ઠભૂમિને સ્પષ્ટ કરવા માટે ઝડપથી કામ કરી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં જર્મનીમાં હુમલા વધ્યા છે

જર્મનીમાં તાજેતરના વર્ષોમાં જેહાદીઓ અને ઉગ્રવાદીઓ દ્વારા અનેક હુમલાઓ થયા છે. ડિસેમ્બર 2016માં, બર્લિનના ક્રિસમસ માર્કેટમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા સૌથી ભયંકર ટ્રક હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા. તે જ સમયે, થોડા દિવસો પહેલા ટ્યુનિશિયામાં પણ હુમલો થયો હતો. ફેબ્રુઆરી 2020 માં મધ્ય જર્મન શહેર હનાઉમાં એક જમણેરી ઉગ્રવાદીએ 10 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી અને અન્ય પાંચને ઘાયલ કર્યા હતા.