×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કરોડોના ડ્રગ્સનો મામલો, 5 આરોપીઓના ઓખા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા



અમદાવાદ, 10 માર્ચ 2023, શુક્રવાર

ગુજરાત  ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડ્યુ હતું. આ ઓપરેશનમાં 5 ઈરાની ક્રુ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી જેને ઓખા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ 5 આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે. આ પાંચ ઈરાની ક્રુ મેમ્બરોની પુછપરછ કરવામાં આવશે અને આ મામલે નવા ખુલાસા થઈ શકે છે.

અરબી સમુદ્રમાં ઓપરેશન પાર પાડ્યુ હતું

આ પહેલા ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે એક મોટી સફળતા મળી છે. પોરબંદરના મધદરિયે ભારતીય જળસીમામાંથી 425 કરોડની કિંમતના 61 કિલો નારકોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ક્રૂ અને એક ઈરાની બોટને ઝડપી પાડી હતી. ગુજરાત ATSને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી તેના આધારે સમુદ્રમાં પેટ્રોલિંગ શરુ કર્યુ હતું. આ ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ઓખાના દરિયા કિનારેથી 340 કિમી દુર એક બોટમાં શંકાસ્પદ હિલચાલ થતા ICGએ બોટનો પીછો કર્યો હતો અને તપાસ કરતા તેમા માદક દ્રવ્યો જથ્થો મળી આવ્યો હતો. 

ઈરાની નાગરિકતાના પાંચ ક્રુ મેમ્બર ઝડપાયા હતા

ICGએ ATS સાથેના સંકલનમાં છેલ્લા અઢાર મહિના દરમિયાન આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને રૂપિયા 2355 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ મેમ્બર હતા.