×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

INS વિક્રાંતને જોવા પહોંચ્યા ઓસ્ટ્રેલિયાના PM અલ્બાનીઝ

નવી દિલ્હી, તા.09 માર્ચ-2023, ગુરુવાર

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ હાલ ભારતના પ્રવાસે છે. તેઓ બુધવારે ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. તો ગુરુવારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને જોવા પહોંચ્યા હતા.

બંને દેશોના વડાપ્રધાન ભારત-ઓસ્ટ્રેલિયા મેચ નિહાળી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝની ભારત મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ દિવસની ટેસ્ટ મેચ નિહાળી હતી. આ દરમિયાન બંને દેશોના વડાપ્રધાનોએ પોતપોતાની ક્રિકેટ ટીમના કેપ્ટનનું સન્માન કર્યું હતું અને ટેસ્ટ મેચ માટે ખાસ કેપ આપી હતી. આ દરમિયાન સ્ટેડિયમ પરિસરમાં બંને દેશોના વડાપ્રધાનોના સ્વાગત માટે વિશાળ હોર્ડિંગ પણ લગાવાયા હતા. 

ઓસી.ના PMએ ગઈકાલે ગાંધી આશ્રમની લીધી હતી મુલાકાત

બુધવારે સાંજે અમદાવાદ પહોંચેલા અલ્બેનીઝે સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને રાજભવનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે હોળી રમી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, તેમની સરકાર અને ભારત સરકાર ઓસ્ટ્રેલિયા-ભારત એજ્યુકેશન ક્વોલિફિકેશન રિકોગ્નિશન મિકેનિઝમ પર સાથે મળીને કામ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી પણ ગુજરાતના ગાંધીનગરમાં બની રહેલા GIFT સિટીમાં પોતાની એક શાખા કેમ્પસ ખોલવા જઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, ચીનના વધતા પડકારને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા વધી છે. બંને દેશો ક્વાડ સંસ્થાનો પણ ભાગ છે.