×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અલવિદા સતીષ કૌશિક : વડાપ્રધાન સહિત આ લોકોએ આપી શ્રદ્ધાંજલી

મુંબઈ, તા. 9 માર્ચ 2023, ગુરુવાર 

બોલીવુડના દિગ્ગજ કલાકાર અને ડાયરેક્ટર સતીશ કૌશિકના અવસાનથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. હજુ ગઈકાલે એક હોળીના એક ઉત્સવમાં તેમણે ઘણા બધા ફોટોઝ શેર કર્યો હતા. અને અચાનક જ આજે ગુરુવારની સવારે તેમના નિધનના સમાચાર સામે આવતા તેમના ફેન્સ તેમજ મોટાભાગના કલાકારોમાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે.

હવે સતીશ કૌશિક આપણી વચ્ચે રહ્યા નથી. તેમના મિત્ર અને કો-એક્ટર અનુપમ ખેર દ્વારા તેમના નિધનના સમાચાર ટ્વીટર પર આપવામાં આવ્યા હતા. સતીશને હાર્ટએટેકથી અવસાન થયુ છે. અને તેમના મિત્રોએ કહ્યુ કે તેઓ હોળી મનાવવા માટે દિલ્હી આવ્યા હતા. જ્યા અચાનક તેમની તબિયત બગડી હતી. મળતી માહિતી મુજબ હાલમાં તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો છે. અને સતીશને તેમના મિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 

નરેન્દ્ર મોદી, અમિત શાહ ,અભિશેક બચ્ચન સહિત બોલીવુડ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન, નરેન્દ્ર મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં ટ્વીવ કરીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે,  શ્રી સતીષ કૌશિકજીના અવસાનથી ઘણું જ દુ-ખ થયું છે. તેમની એક્ટિંગ તેમજ ડિરેક્શનથી અનેક લોકોના દિલ જીત્યા હતા. તેમનુ કામ હંમેશાં દર્શકોને મનોરંજન આપવાનુ રહ્યુ છે. પરિવાર તથા તેમના મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ

કેન્દ્રિય હોમ મિનિસ્ટર અમિત શાહ

કેન્દ્રિય હોમ મિનિસ્ટર અમિત શાહે ટ્વીવ કરીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, એક્ટર, ડિરેક્ટર તથા રાઇટર સતીષ કૌશિકના અવસાનથી ઘેરો આઘાત લાગ્યો. ભારતીય સિનેમા, કલાત્મક કૃતિઓ તથા પ્રદર્શનમાં તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. શાંતિ..શાંતિ..

દિગ્ગજ નેતા અનિલ કપૂરે 

બોલીવુડના દિગ્ગજ નેતા અનિલ કપૂરે સતીષ કૌશિક આપતા કહ્યું હતું, 'ઇન્ડસ્ટ્રીના લોરેલ્સે પોતાના હાર્ડીને ગુમાવી દીધો. ત્રણ મસ્કીટિયર્સે પોતાના સૌતી ટેલેન્ટેડ, દયાળું વ્યક્તિ અને નાના ભાઈને હંમેશાં માટે અલવિદા કહી દીધું. નાના ભાઈ તમે બહુ જલ્દીથી જતા રહ્યા. આઈ લવ યુ સતીષ.'

કંગના રાણાવત 

કંગના રાણાવતે શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ હતુ કે, આજે દુઃખદ સમાચારની સાથે સવાર થઈ છે. સતીષજી મારા સૌથી મોટા ચિયરલીડર હતા. તેઓ સફળ એક્ટર અને ડિરેક્ટર હતા. તેઓ દયાળું તથા પ્રામાણિક વ્યક્તિ હતા. 'ઇમરજન્સી'માં તેમની ડિરેક્ટર બનીને મને ઘણું જ શીખવા મળ્યુ છે. તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

અભિશેક બચ્ચન

અભિશેક બચ્ચને પોતાના ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ હતુ કે, અમારા પ્રિય સતીષ કૌશિકજીના અવસાનના સમાચાર સાંભળીને સ્તબ્ધ છું. તે કોમળ, દયાળું તથા પ્રેમાળ વ્યક્તિ હતા. હંમેશાં ખુશ ને આનંદમાં રહેતા. અમારા ઉદ્યોગ માટે એક મોટું નુકસાન. રેસ્ટ ઇન પીસ ડિયર સતીષ અંકલ. અમે તેમને ક્યારેય નહી ભુલીએ.