×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શાનદાર અભિયના જોરે સૌનું દિલ જીતનારા સતીશ કૌશિકના નિધન પર બોલિવૂડ-રાજનેતા શોકમગ્ન

image : Twitter

શાનદાર અભિયનના જોરે સૌનું દિલ જીતનારા પીઢ અભિનેતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે નિધન થઈ ગયું છે. આ અહેવાલ આવતાની સાથે બોલિવૂડ શોકમગ્ન થઈ ગયું હતું. ફેન્સથી માંડીને સિલેબ્સને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. તેમનું નિધન હાર્ટએટેકને લીધે થયું છે. તેમના નિધન પર વિવિધ સેલિબ્રિટી અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. જેમાં રાજનેતાઓ, ક્રિકેટર, બોલિવૂડ કલાકાર પણ સામેલ છે. 

અનુપમ ખેરે શોક વ્યક્ત કર્યો 

સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે ટ્વિટ કર્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છ! પરંતુ મેં ક્યારેય મારા સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો હોઈશ ત્યારે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ! ઓમ શાંતિ! 

કંગના રણૌતે આપી શ્રદ્ધાંજલિ 

કંગનાએ સતીશ કૌશિક સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું- આ ભયંકર સમાચારથી જાગી, તેઓ મારા સૌથી મોટા ચીયરલીડર હતા, ખૂબ જ સફળ અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકજી પણ વ્યક્તિગત રીતે ખૂબ જ દયાળુ અને સાચા વ્યક્તિ હતા, મને તેમનું ઈમરજન્સીમાં નિર્દેશિત કરવું ખૂબ જ પસંદ હતું. તેમની કમી ખલશે, ઓમ શાંતિ. 

અનિરુદ્ધ દવેએ પોસ્ટ શેર કરી 

અભિનેતા અનિરુદ્ધ દવેએ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું- આજે મારા મેન્ટોર, મુંબઈની મારી સપોર્ટ સિસ્ટમ ખતમ થઈ ગઈ છે.. સતીશ કૌશિક મારા માટે પિતા સમાન હતા. હું તમને હંમેશા યાદ કરીશ. ઓમ શાંતિ, સતીશ કૌશિક સર RIP.

કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે પણ દુઃખ વ્યક્ત કર્યું 

સતીશ કૌશિક એક પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક હતા જેમણે આપણા સમયના કેટલાક સૌથી યાદગાર સિનેમેટિક કાર્યોની સ્ક્રિપ્ટ લખી હતી. તેમણે પોતાના હ્યુમરથી ચાહકોને ગદગદીત કરી દીધા હતા. તેમની કળા અને તેમની ફિલ્મોગ્રાફીના જોરે તેઓ હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. તેમના નિધન પર તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી સંવેદના.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - યાદગાર અભિનય માટે હંમેશા યાદ રહેશે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સતીશ કૌશિકના નિધન અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.  તેમણે લખ્યું કે ભારતીય સિનેમાજગતના જાણીતા અભિનેતા, દિગ્દર્શક સતીશ કૌશિકજીના નિધન અંગે સાંભળી ભારે દુઃખ થયું. ભારતીય સિનેમાજગતમાં તેમના ફાળા, તેમની અદભૂત ફિલ્મો, અભિનય હંમેશા યાદ રખાશે. તેમના પ્રશંસકો અને પરિવારજનો સાથે મારે સંવેદના. ઓમ શાંતિ. 

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે કરી ટ્વિટ 

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ અને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે સવારે જ ઊઠતાની સાથે દુઃખદ સમાચાર મળ્યા. હવે દિગ્ગજ અભિનેતા આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ હંમેશા પોતાના ચાહકોના ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યા. આ ભારતીય ફિલ્મ જગતને મોટું નુકસાન થયું છે. તેમના પરિવાર અને વેલ વિશર સાથે મારી સંવેદના. 

અભિનેતા સુનીલ શેટ્ટીએ આપી પ્રતિક્રિયા 

અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે આપણે ફિલ્મ જગતના શ્રેષ્ઠ હસ્તીઓ પૈકી એક સતીશ કૌશિકજીને ગુમાવી દીધા. તેઓ હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે.