×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આખરે બે વર્ષે ભારતમાં અમેરિકી રાજદુતની નિમણૂક, સેનેટે મારી મંજૂરીની મોહર

Image : Twitter

અમદાવાદ, 09 માર્ચ 2023, ગુરુવાર

US કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટની ફોરેન રિલેશન કમિટીએ ભારતમાં રાજદૂત માટે લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગારસેટ્ટીના નામને મંજૂરી આપી છે. સેનેટ કમિટીએ ગારસેટીની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમજ તેમનું નામ સેનેટમાં મોકલવામાં આવ્યું છે.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સમિતિએ ગઈકાલે 13-8ના માર્જિનથી ગારસેટ્ટીના નામાંકનને મંજૂરી આપી હતી. રિપબ્લિકન સેનેટર્સ ટોડ યંગ અને બિલ હેગર્ટીએ પણ ગારસેટીની તરફેણમાં મતદાન કર્યું હતું. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમેરિકાને ભારતમાં કાયમી રાજદૂતની જરૂર છે.

જાન્યુઆરી 2021થી ભારતમાં અમેરિકાના કાયમી રાજદૂત નથી

જાન્યુઆરી 2021થી ભારતમાં કોઈ કાયમી અમેરિકી રાજદૂત નથી. બંને દેશોના ઘણા સાંસદો અને નેતાઓએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. પ્રભાવશાળી રિપબ્લિકન સેનેટર ચક ગ્રાસલીએ ભૂતકાળમાં સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના સભ્યોને ભારતમાં US એમ્બેસેડર તરીકે એરિક ગારસેટ્ટીની નોમિનેશન સામે મત આપવા વિનંતી કરી હતી.

તાજેતરમાં અમેરિકી સેનેટર્સની એક ટીમ ભારતની મુલાકાતે આવી હતી 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકી સેનેટર્સની એક ટીમ ભારતની મુલાકાતે આવી હતી. માર્ક વાર્નર પણ એ ટીમમાં સામેલ હતા. વાર્નરે કહ્યું કે મને લાગે છે કે હવે એરિક ગારસેટ્ટીની નિમણૂક જલદી થઈ જશે.