×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મનીષ સિસોદિયાની ધરપકડ પગલે કેજરીવાલ કરશે ધ્યાન, હોળીની ઉજવણી નહિ કરે

Image: Twitter



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પ્રાર્થના અને ધ્યાન કરશે. આજે અરવિંદ કેજરીવાલ રાજઘાટ પહોંચ્યા હતા. સીએમ અરવિંદ કેજરીવાલે રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ગઈકાલે જાહેરાત કરી હતી કે, પાર્ટીના નેતાઓ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની ધરપકડના પગલે તેઓ આજે ધ્યાન કરશે અને હોળી પર્વની ઉજવણી કરશે નહીં.

સારું શિક્ષણ અને સારવાર આપનારાઓને જેલમાં મોકલવામાં આવે છે : કેજરીવાલ

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્હીમાં સારા શિક્ષણ અને સારવારની વ્યવસ્થા કરી, જ્યારે વડાપ્રધાને દેશને લૂંટનારાઓને સમર્થન આપ્યું. જ્યારે સારું શિક્ષણ અને સારવાર આપનારાઓને જેલમાં મોકલવામાં આવે છે અને દેશને લૂંટનારાઓને ટેકો આપવામાં આવે છે ત્યારે સ્થિતિ ચિંતાજનક બની જતી જોવા મળે છે.

તમે પણ દેશ માટે પ્રાર્થના કરો : કેજરીવાલ

આ સંજોગોમાં તેમણે એવું નક્કી કર્યું છે કે, આજે હોળીનો આખો દિવસ તે ધ્યાન કરશે અને દેશ માટે પ્રાર્થના કરશે. મુખ્યમંત્રીએ દેશવાસીઓને પણ અપીલ કરી હતી કે જો તમને લાગે છે કે વડાપ્રધાન સારું નથી કરી રહ્યા તો તમે પણ દેશ માટે પ્રાર્થના કરો.

દેશભરની સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ 

કેજરીવાલે કહ્યું કે, દેશભરની સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ છે. દેશના ગરીબ પરિવારોને તેમના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવાની ફરજ પડે છે. આઝાદીના 75 વર્ષ પછી આવી વ્યક્તિ આવી, જેણે સરકારી શાળાઓની કાયાપલટ કરી છે.