×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Video: ઈટાલીમાં ટ્રેનિંગ દરમિયાન બે વિમાન હવામાં જ અથડાયા, બંને પાઈલટના મોત

image : Twitter


ઈટાલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોનીએ જાણકારી આપતા જણાવ્યું કે બે ઈટાલિયન એરફોર્સના વિમાન મંગળવારે રોમના ઉત્તર-પશ્ચિમમાં ટ્રેનિંગ અભ્યાસ દરમિયાન હવામાં જ ટકરાઈ ગયા હતા. આ વિમાન દુર્ઘટનામાં વિમાન ચલાવનારા બંને પાઈલટ મૃત્યુ પામી ગયા. ઈટાલિયન એરફોર્સની એક પ્રેસ રિલીઝ અનુસાર બંને પાઈલટ U-208 ટ્રેનિંગ વિમાનમાં સવાર હતા અને એક ટ્રેનિંગ મિશનમાં ભાગ લઈ રહ્યા હતા. જોકે અત્યાર સુધી એ વાતની માહિતી નથી મળી કે બંને વચ્ચે ટક્કર કેમ થઈ? 

ઈટાલીના વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે ગાઈડોનિયા પાસે એક ટ્રેનિંગ દુર્ઘટના દરમિયાન એરફોર્સના બે વિમાન અથડાઈ જતાં બંને પાઈલટના મૃત્યુ થવાના સમાચારથી નિરાશા થઈ. તેના માટે વડાપ્રધાને પાઈલટોના પરિવારો અને એરફોર્સના બંને સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે  U-208 એક લાઈટ વેટ સિંગલ એન્જિનવાળું વિમાન છે. તેમાં ચાર પેસેન્જરના બેસવાની ક્ષમતા હોય છે. આ વિમાનની મહત્તમ સ્પીડ મર્યાદા 285 કિ.મી. (177 માઈલ પ્રતિકલાક) હોય છે.