×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોઈમ્બતુર મંદિરમાં સિલિન્ડર નહીં બોમ્બ બ્લાસ્ટ થયો હતો : ISISએ જવાબદારી સ્વિકારી હિન્દુઓ-ભારત વિશે ઝેર ઓક્યું

ચેન્નાઈ, તા.7 માર્ચ-2023, મંગળવાર

તમિલનાડુના કોઈમ્બતુરમાં આવેલા મંદિર સામે બે વર્ષ પહેલા થયેલા વિસ્ફોટને DMKએ સિલિન્ડર બ્લાસ્ટ કહ્યો હતો, જોકે હવે ISISએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાનું સ્વિકાર્યું છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાએ (ISIS ખોરાસન) મંદિરની સામે થયેલા બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વિકારી છે. ત્યારબાદ તમિલનાડુમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે DMK સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. ઈસ્લામિક રાજ્ય ખોરાસન પ્રાપ્ત અફઘાનિસ્તાનમાં ISIS સાથે જોડાયેલ આતંકવાદી સંગઠન છે. આ સંગઠને હવે ભારતમાં હુમલાની ધમકીઓ ઉચ્ચારી છે. ISKPના ‘વોઈસ ઓફ ખોરાસાને’ આ ધમકીઓ આપી છે. આ સંગઠનને ISISની સૌથી ખૂંખાર શાખાઓમાંની એક છે.

ભાજપના DMK પર પ્રહાર, કહ્યું ‘સિલિન્ડર બ્લાસ્ટની થિયરી બંધ કરો’

તમિલનાડુ ભાજપા એકમના અધ્યક્ષ અન્નામલાઈએ બ્લાસ્ટના આ રિપોર્ટ બાદ પ્રતિક્રિયા આપી છે. અન્નામલાઈએ કહ્યું કે, આતંકી સંગઠન ધ ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સે કોઈમ્બતુરમાં કરાયેલા આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટની જવાબદારી સ્વિકારી છે. ભાજપે DMK પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, DMKના લોકો ઊંઘમાંથી ઉઠશે અને તેમની સિલિન્ડર બ્લાસ્ટની થિયરી બંધ કરશે. ઉલ્લેખનિય છે કે, બ્લાસ્ટની આ ઘટનાની તપાસ NIA કરી રહ્યું છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, આ હિંદુઓ વિરુદ્ધ આતંકવાદી હુમલો હતો.

ISKPના મુખપત્રમાં કાશ્મીર, બાબરી મસ્જિત, ગુજરાત રમખાણોનો ઉલ્લેખ

ઉલ્લેખનિય છે કે, કર્ણાટકના મેંગલુરુમાં પણ આવો જ એક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેની જવાબદારી પણ આ આતંકી સંગઠને લીધી છે. ISKPના અલ-અઝીમ મીડિયા ફાઉન્ડેશનના 68 પેજના મુખપત્રમાં ભારતમાં હુમલાની ધમકી આપી છે. તેણે લખ્યું છે કે, આ બોમ્બ હુમલાઓ દ્વારા ‘અમારા ભાઈઓએ બદલો લીધો અને બિન-મુસ્લિમો અને નાસ્તિકોને ભયભીત કર્યા’. આતંકવાદી સંગઠને પોતાના મુખપત્રમાં લખ્યું છે કે, હિંદુઓ અલ્લાહ અને તેના પયગમ્બરના દુશ્મન છે, તેથી તેઓ કાશ્મીરમાં બિન-મુસ્લિમોને ટાર્ગેટ કરશે. બાબરી મસ્જિદ અને ગુજરાત રમખાણોનો બદલો લેશે. ઉલ્લેખનિય છે કે, આ કેસમાં NIAએ ફેબ્રુઆરીમાં દક્ષિણ ભારતમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા હતા. બંને વિસ્ફોટોની કોમન લિંક અંગે તપાસ ચાલી રહી છે.

અહેવાલે અનુસાર NIAએ વર્ષ 2022માં 23મી ઓક્ટોબરે બનેલી આ ઘટના અંગે ઘણા લોકોની ધરપકડ પણ કરી છે. આ ઘટનામાં મેંગલુરુમાં એક ઓટોરિક્ષામાં બ્લાસ્ટ થયો હતો, જ્યારે કોઈમ્બતુરના કોટ્ટાઈ ઈશ્વરન મંદિરની સામે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. હુમલામાં જામેશા મુબીન નામનો હુમલાખોર માર્યો ગયો હતો.