×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીની મહત્વની બેઠક : પ્રચંડ ગરમી અને હોસ્પિટલોમાં ફાયર ઓડિટ અંગે આપ્યો મહત્વનો નિર્દેશ

Image - PIB

નવી દિલ્હી, તા.06 માર્ચ-2023, સોમવાર

આગામી મહિનાઓમાં ભારે ગરમીની શક્યતાઓને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ બેઠક યોજી હતી. બેઠકમાં કેબિનેટ સચિવ અને કેન્દ્રીય ગૃહ સચિવ ઉપરાંત અન્ય ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાનને ચોમાસુ, ઘઉં અને અન્ય રવિ પાકો અંગે હવામાનની અસર અને અન્ય વિષયો વિશે માહિતી અપાઈ હતી.

IMDને આગાહી અંગે સૂચના

વડાપ્રધાન મોદીએ બેઠકમાં નિર્દેશ આપ્યો કે, ઉનાળામાં આગને ધ્યાને રાખી તમામ હોસ્પિટલોમાં ફાયર ઓડિટ કરવામાં આવે. ઉપરાંત PMOએ માહિતી આપતા કહ્યું કે, PM મોદીએ હવામાન વિભાગને સરળતાથી સમજી અને પ્રસારીત કરી શકાય તે રીતે દરરોજ હવામાનની આગાહી કરવા કહ્યું છે. ઉપરાંત બેઠકમાં ચર્ચાઈ થઈ કે, ટીવી ન્યૂઝ ચેનલો અને એફએમ રેડિયો દૈનિક હવામાનની આગાહી સમજાવવા માટે રોજ થોડીક મિનિટો ફાળવી શકે છે.

જંગલની આગ અંગે પણ બેઠકમાં ચર્ચા

સિંચાઈ પાણી પુરવઠો, ઘાસચારો અને પીવાના પાણીની દેખરેખ રાખવાના ચાલી રહેલા પ્રયાસોની પણ બેઠકમાં સમીક્ષા કરાઈ હતી. ઉપરાંત PMને આવશ્યક પુરવઠાની ઉપલબ્ધતા અને કટોકટીની તૈયારી અંગે રાજ્યો અને હોસ્પિટલના માળખાકીય સુવિધાઓની સજ્જતા વિશે માહિતગાર કરાયા હતા.

તેમણે જંગલની આગનો સામનો કરવા મહત્વના પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આગને રોકવા માટે તેમજ આગનો સામનો કરવાના પ્રયાસોમાં પરિવર્તન કરવા કરવા હાકલ કરી હતી. વડાપ્રધાને જળાશયોમાં ઘાસચારો અને પાણીની ઉપલબ્ધતા પર નજર રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો. PMOએ કહ્યું કે, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને અનાજનો સંગ્રહ સુનિશ્ચિત કરવા તૈયાર રહેવા માટે કહ્યું છે.