×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતનાં પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ, જાણો શુ છે આખો મામલો

Image Twitter 

ભૂજ, તા. 5 માર્ચ 2023, રવિવાર

ગુજરાતનાં પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જેઓ કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદિપ શર્માની સીઆઈડી ક્રાઈમ બાન્ચ દ્વારા આજે ધરપરડ કરવામાં આવી છે. પ્રદિપ શર્મા કચ્છમા કલેક્ટર હતા ત્યારે તેમણે સરકારી તિજોરીને મોટુ નુકસાન પહોચાડ્યુ હતું. જે બાબતે આ મામલે કુલ ત્રણ લોકો સામે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. 

ભગીરતસિંહ ઝાલાએ નોધાવી છે ફરિયાદ 

પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા જ્યારે કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરી તેમના અંગત સ્વાર્થ ખાતર વેલ્સપન નામની કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. જેમા તેમણે વેલ્પસન કંપની માટે નિયમોનો ભંગ કરી જમીન NA કરી આપી હતી. અને આ વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માને લાભ કરાવ્યો હતો. આ મામલે મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ પુર્વ કલેક્ટર પ્રદીપ શર્મા વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ ભુજ પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

આ મામલે કુલ ત્રણ લોકો સામે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ભૂજમાં ફરિયાદ નોંધાઈ

મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ પુર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, પુર્વ નાયબ કલેક્ટર ફ્રાંસીશ સુવેરા અને પુર્વ નગર નિયોજક નટુભાઈ દેસાઈ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ ભુજમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં ભુજ સીઆઈડી ક્રાઈમે ગુજરાતનાં પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી છે.