×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પહેલા આ કંપનીએ 1300 કર્મચારીને છૂટા કર્યા, હવે પ્રમુખની પણ કરી હકાલપટ્ટી

Image: Twitter



વિશ્વભરમાં મંદીના એંધાણ વચ્ચે મોટી મોટી ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. જેમાં મોટી ટેક કંપની માની એક ઝૂમે પણ ગત મહિને 1300 કર્મચારીઓને ઘરભેગા કરી દીધા હતા.  આ બધા વચ્ચે કંપનીના CEOએ હવે કંપનીના પ્રમુખ ગ્રેગ ટોમ્બની એકાએક નોકરીમાંથી છટણી કરી છે.

પ્રમુખ પદ બન્યાના માત્ર 8 મહિનામાં કરાઈ છટણી
કંપનીના પ્રમુખ ગ્રેગ ટોમ્બની છટણી અંગે વાત કરવામાં આવે તો હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી. આ અંગે માહિતી તેમની નિયમનકારી ફાઇલિંગમાં કરવામાં આવી છે. જૂન 2022માં જ ગ્રેગ ટોમ્બનની આ પોસ્ટ માટે નિમણૂંક થઇ હતી. એટલે કે ટોમ્બનો કાર્યકાળ હજુ 1 વર્ષ પણ પૂરો થયો ન હતો. 

ગ્રેગ ટોમ્બે ગૂગલમાં સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ, જિયો ઈન્ટરપ્રાઈઝમાં પણ વાઈસ પ્રમુખ પદ સંભાળી ચૂક્યા છે
ઝૂમ કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, કંપનીએ ટોમ્બ્સની જગ્યાએ હજુ કોઈ નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી નથી. જો કે કંપનીએ ટોમ્બને હટાવવા પાછળનું કારણ જણાવ્યું નથી. ટોમ્બ્સ ઓગસ્ટ 2019માં કંપનીના મુખ્ય રેવેન્યુ અધિકારી તરીકે ઝૂમમાં જોડાયા હતા. આ અગાઉ ગ્રેગ ટોમ્બે ગૂગલમાં સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ, જિયો ઈન્ટરપ્રાઈઝમાં પણ વાઈસ પ્રમુખ પદ સંભાળી ચૂક્યા છે.