×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વોશરુમમાંથી પકડાયુ 4 કિલો સોનુ

Image Envato

નવી દિલ્હી, તા. 5 માર્ચ 2023, રવિવાર

ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હી પરથી અધિકારીઓએ  આજે 4 કિલો સોનુ પકડ્યુ હતુ. આજ કાલ દેશમાં દાણચોરીના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે કસ્ટમના અધિકારીઓને  4 કિલોગ્રામ સોનુ મળી આવ્યુ હતુ. એરપોર્ટના અધિકારીઓએ વિમાન ઉડાન ભરે તે પહેલા સુરક્ષા બાબતે તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન વોશરુમના સિંક નીચે એક ગ્રે કલરનું પાઉચ લાગેલુ જોવા મળ્યુ હતુ. આ ગ્રે કલરના પાઉચને ખોલીને જોતા તે ગ્રે રંગની થેલીમાંથી 04 લંબચોરસ સોનાની લગડીઓ હતી જેનું કુલ વજન 4000 ગ્રામ હતું. 

આશરે 1 કરોડ 95 લાખથી વધારે કિંમતનુ સોનુ મળી આવ્યું

કસ્ટમ અધિકારીઓના સર્ચ ઓપરેશન દરમ્યાન વોશરુમના સિંક નીચે એક ગ્રે કલરનું પાઉચ લાગેલુ જોવા મળ્યુ હતુ. આ ગ્રે કલરના પાઉચને ખોલીને જોતા તે થેલીમાંથી 04 લંબચોરસ સોનાની લગડીઓ હતી. જેનું કુલ વજન 4000 ગ્રામ હતું. અને તેની કિંમત આજે આશરે 1 કરોડ 95 લાખથી વધારે હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ આ કસ્ટમ વિભાગના નિયમ અનુસાર અધિનિયમ 1962ની કલમ નંબર 110 મુજબ તેને જપ્ત કરવામાં આવ્યુ છે. 

10 ડીસેમ્બરના રોજ પણ આશરે 68.71 લાખ રુપિયાનું સોનુ પકડાયુ હતું 

આ પહેલા પણ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અધિકારીઓએ આ રીતે સોનાની દાણચોરી પકડી પાડી હતી. ગત 10 ડીસેમ્બર માં પણ 1483 ગ્રામ વજનની 14 સોનાની બંગડીઓ મળી આવી હતી. જેની કિંમત આશરે 68.71 લાખ રુપિયા બતાવવામાં આવી હતી.