×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકશાહી અમારા લોહીમાં છે, ન્યાયતંત્રને વિપક્ષ બનવા દબાણ કરી શકાય નહીં: કિરેન રિજિજુ

Image: Twitter



કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ ફરી એકવાર ન્યાયતંત્રને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય ન્યાયતંત્રને ક્યારેય વિપક્ષ બનવા માટે દબાણ કરી શકાય નહીં. કાયદા મંત્રીએ ઓડિશાના ભુવનેશ્વરમાં કેન્દ્ર સરકારના કાયદા અધિકારીઓની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત વિરોધી વિદેશી દળો ટુકડે ટુકડે ગેંગની મદદથી ભારત પર હુમલો કરે છે.

લોકશાહી અમારા લોહીમાં છે: કિરેન રિજિજુ
કિરેન રિજિજુએ કહ્યું કે, ભારતીય ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને ન્યાયતંત્રને ક્યારેય વિપક્ષની ભૂમિકા ભજવવા દબાણ કરી શકાય નહીં. ભારતીય લોકશાહી પર કોઈ પ્રશ્ન કરી શકે નહીં કારણ કે લોકશાહી અમારા લોહીમાં છે. રિજિજુએ કહ્યું કે, આઝાદીના નામે કોઈને કંઈ કરવાની મંજૂરી આપી શકાય નહીં, જો આવું થશે તો કાયદો અને વ્યવસ્થાનું શું!

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સંપૂર્ણ કાયાકલ્પની યાત્રા શરૂ કરી છે: કિરેન રિજિજુ
કાયદા મંત્રીએ કહ્યું કે, ટુકડે-ટુકડે ગેંગના સભ્યોએ સમજવું જોઈએ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સંપૂર્ણ કાયાકલ્પની યાત્રા શરૂ કરી છે. આ ગેંગને ભારત વિરોધી વિદેશી શક્તિઓની મદદ મળે છે. આ દળો ભારતીય લોકશાહી, ભારત સરકાર, ન્યાયતંત્ર અને આર્મી, ચૂંટણી પંચ અને તપાસ એજન્સીઓ જેવી અન્ય મહત્વપૂર્ણ સંસ્થાઓ પર હુમલા કરવાનું ચાલુ જ રાખે છે. 

જજોને સોશિયલ મીડિયા પર સારા અને ખરાબ કહેવામાં આવી રહ્યા છે, આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ 
આ કાર્યક્રમ દરમિયાન કાયદા મંત્રીએ કહ્યું કે, દેશની અંદર અને બહારથી બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કે ભારતીય ન્યાયતંત્ર મુશ્કેલીમાં છે. તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જજોને સોશિયલ મીડિયા પર સારા અને ખરાબ કહેવામાં આવે છે, જો સરકાર વિશે આવી વસ્તુઓ થાય છે તો તેનું સ્વાગત છે પરંતુ ન્યાયતંત્ર માટે આ પ્રકારની ટીકા સમાન છે.