×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે દેશભરમાં NEET-PGની પરીક્ષા લેવાશે, આ વસ્તુઓ સાથે રાખવા પર પ્રતિબંધ

Image : Pixabay

નવી દિલ્હી, 05 માર્ચ 2023, રવિવાર

આજે દેશભરમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાં લેવાશે. આ પરીક્ષા સવારે 9 વાગ્યાથી શરૂ થશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે કેટલીક વસ્તુઓ રાખવા પર પ્રતિબંધ છે. આ પરીક્ષા MD, MS અને PG ડિપ્લોમામાં પ્રવેશ માટે લેવામાં આવશે અને પરીક્ષા NBE દ્વારા લેવામાં આવશે. 

આ પરીક્ષા NBE દ્વારા લેવામાં આવશે 

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા લેવામાં આવનાર આ પરીક્ષા માટે જરૂરી દસ્તાવેજોમાં સમાવિષ્ટ એડમિટ કાર્ડ સાથે લાવવાનું ફરજિયાત રહેશે. આ સાથે ઉમેદવારોએ લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે. આ ઉપરાંત ઉમેદવારોએ માન્ય ફોટો ID સાથે લાવવાનું રહેશે. જેમાં વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સામેલ છે. આ ડોક્યુમેન્ટ વગર ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉમેદવારોએ NEET PG પરીક્ષામાં બેસવા જઈ રહેલા ઉમેદવારોએ એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું પડશે. નેશનલ બોર્ડ ઓફ મેડિકલ એક્ઝામિનેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં બેલ્ટ, ચશ્મા, પર્સ, ઇરેઝર, બંગડીઓ, વીંટી, કાનની બુટ્ટી, નાક-પીન, સાંકળો સહિતની કોઈપણ વસ્તુઓ અને આભૂષણો પહેરવા કે લઈ જવા પર પ્રતિબંધ છે.

આ પરીક્ષા MD, MS અને PG ડિપ્લોમામાં પ્રવેશ માટે લેવામાં આવશે

આ પ્રવેશ પરીક્ષા 26,168 ડૉક્ટર ઑફ મેડિસિન, 13,649 માસ્ટર ઑફ સર્જરી અને 922 PG ડિપ્લોમામાં પ્રવેશ માટે લેવામાં આવશે. આ પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોને 6,102 સરકારી, ખાનગી, ડીમ્ડ/સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત આ પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.