×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ

Image: Twitter



વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ તરફથી હેલિ મેથ્યૂઝ અને હરમનપ્રીત કૌરે તોફાની રમત દર્શાવી હતી. મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 05 વિકેટે 207 રન કર્યા હતા. જ્યારે ગુજરાત જાયન્ટ્સ 15.1 ઓવરમાં માત્ર 64 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.

મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક જીત નોંધાવી,  ગુજરાતને 143 રનથી હરાવ્યું 
વુમન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ટીમે ગુજરાતને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલરમાં સૈક ઈશાકે કમાલ બતાવી 4 વિકેટ ઝડપી  હતી.

માત્ર 22 બોલમાં હરમનપ્રીત કૌરે અડધી સદી ફટકારી
મુંબઈ તરફથી તાબડતોડ બેટિંગ હરમનપ્રીત કૌરે દ્વારા કરવામાં આવી હતી. હરમનપ્રીત કૌર મહિલા IPLમાં અડધી સદી ફટકારનારી પ્રથમ ખેલાડી બની હતી અને તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. કેપ્ટન હરમનપ્રીતે કમાલની ઈનીંગ રમી હતી. તેણે 30 બોલનો સામનો કરીને 65 રન નોંધાવ્યા હતા. તેમની ઇનિંગમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે.