×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય મૂળના અમેરિકનોએ તૂર્કીયે-સીરિયાના ભૂકંપપીડિતો માટે ૩ લાખ ડૉલરનું ફંડ એકઠું કર્યું

image : Twitter


સમગ્ર અમેરિકાથી ભારતીય અમેરિકીઓએ તૂર્કીયે અને સીરિયાના ભૂકંપ પીડિતો માટે ૩ લાખ ડૉલરથી વધુની આર્થિક મદદ એકઠી કરી છે. અમેરિકન એસોસિએશન ઓફ ફિજિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિન(AAPI)ના પૂર્વ અધ્યક્ષ ડૉ. હેમંત પટેલના નેતૃત્વમાં અનેક પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકીઓના સમુદાયે ૩ લાખ અમેરિકી ડૉલરથી વધુ એકઠાં કર્યા હતા. 

ભારતીય અમેરિકી સમુદાયનો આભાર વ્યક્ત કરાયો 

ન્યૂજર્સીમાં રાહત માટે ચલાવાયેલા અભિયાનમાં અમેરિકામાં તૂર્કીયેના રાજદૂત મુરત મર્કન અને ન્યુયોર્કમાં તૂર્કીયેના મહાવાણિજ્યદૂત રેહાન જેડજી આર પણ સામેલ થયા હતા. તેમણે ભૂકંપ પ્રભાવિત લોકો માટે સમર્થન અને મદદ માટે ભારતીય અમેરિકી સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. 

બીએપીએસ સંસ્થા દ્વારા પણ કરાઈ હતી મદદ 

પ્રતિષ્ઠિત એલિસ આઈલેન્ડ મેડલ ઓફ ઓનરથી સન્માનિત પટેલે જણાવ્યું કે તૂર્કીયેના રાજદૂત અને તૂર્કીના મહાવાણિજ્યદૂતે તૂર્કીયેના લોકો માટે જે કંઈ કરાઈ રહ્યું છે અને ભારતીય સમુદાય જે કંઇ કરી રહ્યું છે તેના વિશે ઘણી પ્રશંસા કરી હતી. અગાઉ રોબિન્સવિલે, ન્યૂજર્સીમાં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં માનવીય સંકટથી પ્રભાવિત લોકો માટે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. બીએપીએસ ચેરિટીઝના માધ્યમથી ૨૫,૦૦૦ અમેરિકી ડૉલરની મદદ પણ કરાઈ હતી.