×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેપ્ટન મોદી સાથે સવારે 6 વાગ્યે નેટ પ્રેક્ટિસ શરૂ થાય છે: એસ જયશંકર

Image: Twitter



વિદેશ મંત્રી એસ જયશંકર તેમના નિવેદન બાબતે અવારનવાર ચર્ચા રહેતા હોય છે. હાલમાં જ તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા નિવેદન આપ્યું હતું. તેમણે મોદી સરકારના કામની સરખામણી ક્રિકેટ ટીમ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સવારે 6 વાગ્યાથી નેટ પ્રેક્ટિસ શરૂ થઇ જાય છે. જે મોડી રાત સુધી ચાલુ રહે છે.  રાયસીના ડાયલોગ 2023ની 8મી સંસ્કરણ દરમિયાન જયશંકરે આ વાત કહી હતી.

મોદી એવા કેપ્ટન છે જે તેમના બોલરોને થોડી સ્વતંત્રતા આપે છે: એસ જયશંકર
તેણે વધુમાં કહ્યું કે, જો કોઈ કેપ્ટન પાસે એવો બોલર હોય કે જે સારું પ્રદર્શન કરી શકે  તો તે તેને બોલ આપશે. વિદેશ મંત્રીએ કહ્યું, "મને લાગે છે કે  મોદી એવા કેપ્ટન છે જે તેમના બોલરોને થોડી સ્વતંત્રતા આપે છે. જો તે તમને તક આપે તો તે તમારી પાસેથી વિકેટ લેવાની અપેક્ષા પણ રાખે છે. લોકડાઉનનો નિર્ણય ખૂબ જ કઠિન નિર્ણય હતો અને તે લેવો પડ્યો હતો. જો આપણે હવે પાછું વળીને જોઈએ તો, તે નિર્ણય ન લીધો હોત તો શું થાત? 

વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછવામાં આવ્યું કે, પીએમ મોદી જેવા સુકાની સાથે તમે કેવી રીતે ફિલ્ડમાં ઉતરો છો? 
રાયસિના ડાયલોગ 2023 દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે, અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ તાજેતરમાં તેમના પુસ્તકમાં તમારા માટે લખ્યું છે કે, તમે "વ્યાવસાયિક, તર્કસંગત અને તમારા બોસ અને તમારા દેશના ઉગ્ર રક્ષક" છો. તમે પીએમ મોદી જેવા સુકાની સાથે તમે કેવી રીતે ફિલ્ડમાં ઉતરો છો, તમે ખૂબ જ આક્રમક રમત રમશો, બેટ્સમેન પર આધાર રાખશો કે ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશો?

એક ક્રિકેટ ટીમ તરીકે અમે માત્ર ઘરે જ નહીં પણ વિદેશમાં પણ મેચો જીતવા માંગીએ છીએ: જયશંકર
જયશંકરે ભારતની વિદેશ નીતિમાં વધતા રસ અંગે પણ નિવેદનમાં વાત કરી હતી. તેણે કહ્યું, "આ એટલા શક્ય થયું છે કારણ કે હવે વધુ લોકો વિશ્વમાં રસ લઈ રહ્યા છે. બીજું કારણ ભારતનું વૈશ્વિકીકરણ છે. એક ક્રિકેટ ટીમ તરીકે અમે માત્ર ઘરે જ નહીં પણ વિદેશમાં પણ મેચો જીતવા માંગીએ છીએ.