×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જેમની દાદીએ ઈમરજન્સી લગાવી તે લોકશાહીના પાઠ ન ભણાવે, રાહુલ પર BJPના વળતા પ્રહાર

image : Twitter


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલમાં ઈંગ્લેન્ડની મુલાકાતે છે. ત્યાં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર પણ આપ્યું. આ દરમિયાન તેમણે ભારતમાં લોકશાહી અંગે મુક્તમને વાત કરી હતી. રાહુલે એમ પણ કહ્યું કે ભારતમાં મીડિયા અને ન્યાયપાલિકા નિયંત્રણ હેઠળ છે. જોકે તેમના આ નિવેદન પર હવે ભાજપે વળતા પ્રહાર કર્યા છે. 

શહેજાદ પૂનાવાલાએ લીધા આડેહાથ 

ભાજપ નેતા શહેજાદ પુનાવાલાએ કહ્યું કે જેમની દાદી(ઈન્દિરા ગાંધી)એ દેશમાં ઈમરજન્સી લગાવી હતી તે હવે લોકશાહી અંગે ઉપદેશ આપી રહ્યા છે. શહેજાદ પુનાવાલાએ ટ્વિટ કરી કે ભારત જોડો યાત્રાના શાનદાર પ્રદશર્ન બાદ કોંગ્રેસનો ત્રણ રાજ્યોની ચૂંટણીમાં શરમજનક પરાજય થયો. તમે શેખી મારવામાં વંશવાદી છો. જનમતની અદાલતમાં કોંગ્રેસને સંપૂણર્પણે રદીયો અપાયો છે. 

અનુરાગ ઠાકુરે પણ કર્યા પ્રહાર

બીજી બાજુ કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે પણ રાહુલ ગાંધી સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ફરી એકવાર વિદેશી ધરતી પર હોબાળો મચાવવાનું કામ કરી રહ્યા છે અને પેગાસસ તેમના ફોનમાં નહીં પણ મગજમાં છે.  તેમણે કહ્યું કે કાલના ચૂંટણીના પરિણામો બતાવે છે કે કોંગ્રેસનો ફરી એકવાર સફાયો થઈ ગયો છે. કોંગ્રેસ લોકોના જનાદેશને સ્વીકારી શકી રહી નથી અને ચૂંટણીના પરિણામ લોકોનો પીએમ મોદી પરનો ભરોસો દર્શાવે છે.