×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૂર્વોત્તરના 3 રાજ્યોમાં ભાજપના શ્રેષ્ઠ પ્રદર્શન પર PM મોદીએ કહ્યું ‘હવે નોર્થ ઈસ્ટ દિલ્હી દૂર, દિલથી નહીં’

નવી દિલ્હી, તા.2 માર્ચ-2023, ગુરુવાર

ભારતના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની સ્થિતિ હવે લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. ત્રિપુરામાં એકલા ભાજપે બહુમતીનો આંકડો પાર કરી ભવ્યાતિભવ્ય જીત નોંધાવી છે, જ્યારે નાગાલેન્ડ ચૂંટણીમાં ભાજપ-NDPP ગઠબંધને જંગી જીત મેળવી છે. મેઘાલની વાત કરીએ તો અહીં કોનરાડ સંગનાની સત્તાધારી NPP સૌથી મોટી પાર્ટી તરીકે જોવા મળી રહી છે, જોકે તે 27 બેઠકો સાથે બહુમતીથી દૂર છે. દરમિયાન ભાજપે મેઘાલયમાં સરકાર બનાવવા NPPને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ આ જીતની ખુશીમાં દિલ્હી ભાજપના મુખ્ય મથકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ જે.પી.નડ્ડા પહોંચી ગયા છે અને કાર્યકર્તાઓને સંબોધી રહ્યા છે.

હવે નોર્થ ઈસ્ટ ન દિલ્હી દૂર છે, ન દિલથી દૂર : PM મોદી

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ચૂંટણી જીતવા કરતાં પણ વધુ એ વાતનો સંતોષ છે કે હું ત્યાં વારંવાર ગયો અને ત્યાંના લોકોનું દિલ જીત્યું. પૂર્વોત્તરના લોકોને અહેસાસ થઈ ગયો છે કે તેઓની અવગણના થઈ રહી નથી. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે.

PM મોદીએ કહ્યું, ત્રણેય રાજ્યોના કાર્યકર્તાઓને અભિનંદન

વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ભાજપના મુખ્ય મથકેથી સંબોધન કરતા કહ્યું કે, આ ત્રણ રાજ્યોની જનતાએ ભરપૂર આર્શિવાદ આપ્યા છે. હું ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. દિલ્હીમાં કે અન્ય વિસ્તારોમાં ભાજપનું કામ એટલું મુશ્કેલ નથી જેટલું ઉત્તર પૂર્વમાં છે. તેથી આ રાજ્યોના કાર્યકરો અભિનંદનને પાત્ર છે. ત્રણે રાજ્યોમાં આ જીત તમામ ભાજપના કાર્યકરોની મહેનતનું પરિણામ છે. આ ચૂંટણી પરિણામોમાં વિશ્વ માટે ઘણા સંદેશ છે. આજના પરિણામો દર્શાવે છે કે ભારતમાં લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ છે.

પૂર્વોત્તરની જીત પર તમામ કાર્યકરો વતી PM મોદીને અભિનંદન : જેપી નડ્ડા

દિલ્હીમાં ભાજપના મુખ્ય મથકેથી સંબોધન કરતા જે.પી.નડ્ડાએ કહ્યું કે, PM મોદી 50થી વધુ વખત ઉત્તર અને પૂર્વમાં ગયા... PMના નેતૃત્વમાં અમે નાગાલેન્ડમાં પણ આગળ વધી રહ્યા છીએ. તેમણે લૂક ઈસ્ટની નીતિને આગળ વધારી... પૂર્વોત્તરમાં પાર્ટીની જીત પર તમામ કાર્યકર્તાઓ વતી PM મોદીને અભિનંદન... ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપના શાનદાર પ્રદર્શન માટે પીએમ નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઉત્તર પૂર્વના ત્રિપુરામાં ફરી સરકાર બનાવવાનું નેતૃત્વ કર્યું, નાગાલેન્ડમાં ભાજપને સફળ બનાવ્યું અને મેઘાલયમાં મત ટકાવારી વધારવામાં યોગદાન આપ્યું છે, આ પ્રયાસ માટે હું લાખો કાર્યકરો વતી વડાપ્રધાન મોદીને અભિનંદન આપું છું.

PM મોદી પાર્ટી કાર્યકર્તાઓને કરશે સંબોધન

ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયના ચૂંટણી પરિણામોથી દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચી ગયા છે અને થોડી જ વારમાં પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.