×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિધાનસભા ચૂંટણી : પૂર્વોત્તરના 3 રાજ્યોના પરિણામ… LJP, NCP, JDU, TMC જેવા પક્ષોને શું મળ્યું ?

નવી દિલ્હી, તા.2 માર્ચ-2023, ગુરુવાર

આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ત્રણેય રાજ્યોમાં સત્તાધારી પક્ષો મજબુત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ત્રિપુરામાં ભાજપ ફરી એકવાર સત્તા પર પરત ફરી રહી છે. જ્યારે નાગાલેન્ડમાં NDPP-BJP ગઠબંધનનો જાદુ યથાવત છે. મેઘાલયમાં NPP સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં દરેકની નજર ઉત્તર ભારતના JDU, LJP, TMC અને NCP જેવા પ્રાદેશિક પક્ષો પર છે, જેઓ પૂર્વોત્તરના ચૂંટણી જંગમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તો જાણીએ આ પક્ષોનું વિધાનસભા ચૂંટણીમાં કેવો દેવાવ કર્યો...

નાગાલેન્ડમાં નિતિશ-પાસવાન-પવારના પક્ષને શું મળ્યું ?

નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં કુલ 13 પક્ષો મેદાનમાં છે. રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાં સત્તારૂઢ એનડીપીપીના 40 અને ભાજપના 36 બેઠકો પર ઉમેદવારો છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ ટ્રેન્ડમાં NDPP 25 બેઠકો પર આગળ છે, જ્યારે BJPની 13 બેઠકો પર મજબુત સ્થિતિ જોવા મળી રહી છે. આમ એનડીપીપી અને ભાજપ ગઠબંધનને પૂર્ણ બહુમતી મળતી જોવા મળી રહી છે. નાગાલેન્ડમાં બિહારના નિતિશ કુમારની પાર્ટી JDUને 9 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 2 બેઠકો પણ તેમના ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે.

ચિરાગ પાસવાનની LJPએ 19 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, તેમાંથી NDPPએ તેના પાંચ ધારાસભ્યોની ટિકિટ કાપી છે, તે ધારાસભ્યોને પણ LJPએ પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. LJPના 2 ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. નાગાલેન્ડમાં શરદ પવારની પાર્ટી NCPએ પાંચ બેઠકો પર આગળ વધતી જોવા મળી રહી છે, તો રામદાસ અઠાવલેની RPI બે બેઠકો પર આગળ વધી રહી છે. લાલુ પ્રસાદ યાદવની RJDના ઉમેદવારો પણ નાગાલેન્ડની ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જોકે RJDના તમામ ઉમેદવાર પાછળ છે. નાગાલેન્ડની બહારના ચાર મોટા પક્ષો ધારાસભ્ય બનતા જોવા મળી રહ્યા છે. JDU અને LJP પણ પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં જેડીયુએ 18 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી એક ધારાસભ્ય ચૂંટાયા હતા.

મેઘાલયમાં મમતાના પક્ષનો દબદબો

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષનની બહુમતી જોવા મળી રહી નથી. રાજ્યની 60 બેઠકો પર સત્તાધારી NPP સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરી છે, જોકે આ વખતે સત્તા સુધી પહોંચવા સુધીની બેઠકો જીતવામાં NPPને ફાંફાં પડી રહ્યા છે. ભાજપને એનપીપીથી અલગ થઈને એકલા ચૂંટણી લડવાનો ફાયદો મળ્યો છે. ભાજપ 2 બેઠકોથી વધીને 3 બેઠકો પર પહોંચી રહ્યું છે. તો મમતા બેનર્જીની TMC 5 સીટો પર આગળ છે, આવી સ્થિતિમાં TMC કિંગમેકરની ભૂમિકા બની શકે છે.

મેઘાલયમાં NPPના પ્રમુખ કોનરાડ સંગમાને 23 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે ભાજપ 3, UDF 10, વીપીપી 5, કોંગ્રેસને 4 અને  HSPDP 2 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. ટીએમસીને ભલે 5 બેઠકો મળતી હોય, જોકે સવાલ એ છે કે, કોનરડા સંગમા તેમની સાથે હાથ મિલાવી સરકાર બનાવશે ? ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પરિણામ પહેલા સંગમા સાથે મુલાકા કરી હતી.

ત્રિપુરામાં TMCને શું મળ્યું?

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધન સત્તામાં વાપસી કરી રહ્યું છે, પરંતુ આ ચૂંટણીનો મુખ્ય ચહેરો ટિકરા માથોના પ્રમુખ પ્રદ્યોત બર્મન છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલા ટિકરા માથો 11 બેઠકો પર આગલ છે, તો ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનમાંથી ડાબેરીઓને CPM 11 અને કોંગ્રેસને 4 બેઠકો મળતી દેખાઈ રહી છે. તો ત્રિપુરામાં ટીએમસીને નિરાશા મળી છે. આવી સ્થિતિમાં ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી લડીને ટીએમસીને શું રાજકીય ફાયદો થયો?