×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાગાલેન્ડમાં રચાયો ઇતિહાસ, પ્રથમ મહિલા ઉમેદવાર હેકાની જખાલુનો ભવ્ય વિજય

image : Twitter


આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થશે. મતગણતરીને 6 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં, દરેકની નજર એક ખાસ કારણસર નાગાલેન્ડ રાજ્ય પર ટકેલી હતી. હકીકતમાં, રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ નાગાલેન્ડે ક્યારેય મહિલા ધારાસભ્યને ચૂંટ્યા નહોતા પણ હવે ઈતિહાસ રચાઇ ગયો છે. અહીં હેકાની જખાલુએ દીમાપુર-3 સીટથી 1536 વોટ સાથે જીત મેળવી છે. તેમણે લોકજનશક્તિ પાર્ટીના ઉમેદવાર એજેનો ઝિમોમીને પરાજય આપ્યો હતો. બીજી બાજુ એનડીપીપીના ઉમેદવાર સલહોતુઓનુઓ ક્રુસ પણ પશ્ચિમ અંગામી સીટથી 400થી વધુ વોટથી આગળ છે. જો તેઓ જીતી જાય તો એકસાથે બે મહિલા ઉમેદવારો જીતી જશે. 

ફેબ્રુઆરીમાં મતદાન થયું હતું

ફેબ્રુઆરી મહિનામાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.  આજે આ ચૂંટણીઓની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે.  મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની ચૂંટણીના પરિણામો ઘણી રીતે મહત્વપૂર્ણ છે. મળતી માહિતી મુજબ ત્રણેય રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે.  ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડમાં 6.52 લાખ પુરુષોની સામે 6.55 લાખ મહિલા મતદાતા છે.