×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ELECTION RESULT-2023: શરૂઆતના ટ્રેન્ડમાં ત્રિપુરામાં ભાજપને બહુમત, નાગાલેન્ડમાં NDPP તો મેઘાલયમાં NPP આગળ

Image : Twitter

નવી દિલ્હી, 02 માર્ચ 2023, ગુરુવાર

ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન થયું હતું. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. હાલમાં, ત્રિપુરામાં ભાજપની સરકાર છે, જ્યારે નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધનવાળી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ની સરકાર છે.

મતગણતરી ચાલુ છે. શરૂઆતના ટ્રેન્ડમાં ત્રિપુરામાં ભાજપે સરળતાથી બહુમતી મેળવી લીધી છે. જ્યારે નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધન હેઠળની એનડીપીપી આગળ ચાલી રહી છે. જ્યારે મેઘાલયમાં વર્તમાન સીએમ કોનરાડ સંગમાની પાર્ટી એનપીપી આગળ ચાલી રહી છે. ત્રણેય રાજ્યોમાં ૬૦-૬૦ બેઠકો છે.

નાગાલેન્ડમાં ૬૦માંથી ૩૨ સીટોના ટ્રેન્ડ અનુસાર ભાજપના ગઠબંધન હેઠળની એનડીપીપી ૨૭ સીટો પર આગળ છે. જ્યારે એનપીએને ૨, કોંગ્રેસને ૧ અને અન્યને ૩ સીટો પર લીડ મળતી દેખાય છે. જ્યારે ત્રિપુરામાં ભાજપને ૬૦માંથી ૩૪ સીટો પર આગળ બતાવાયો છે. ટિપરા મોથા પાર્ટી(ટીએમપી ) ૫ સીટો પર આગળ છે. ટીએમસી ૫ સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે મેઘાલયના શરૂઆતના ટ્રેન્ડમાં સીએમ કોનરાડ સંગમાની એનપીપી સૌથી આગળ ચાલી રહી છે. પાર્ટીએ ૭ સીટો પર લીડ મેળવી છે. જ્યારે કોંગ્રેસ ૧, ભાજપ ૨ સીટો પર અગાળ છે.