×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત-યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી ગેમ ચેન્જર સાબિત થશે: એસ. જયશંકર

Image: Twitter



ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે યોજાયેલ ઈન્ડિયા યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, સ્થિરતા લાવવામાં વ્યવસાયની  પ્રાથમિક ભૂમિકા રહે છે. ભારત અને યુરોપ બહુપક્ષીય, ભૌગોલિક રાજકીય અને સુરક્ષા ચિંતાઓ ક્ષેત્રે એકબીજા સાથે સંકળાયેલા છે. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, યુરોપ ભારતનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે.  એસ. જયશંકરે ભારતના અર્થતંત્રની વાત કરતા કહ્યું કે, નજીકના ભવિષ્યમાં ભારત એકમાત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે.

જયશંકરે કહ્યું કે, જ્યારે ગ્રીન ટ્રાન્ઝિશનની વાત આવે છે ત્યારે ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો માટે રિન્યુએબલ એનર્જી મહત્વપૂર્ણ બને છે. હરિયાળી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન ભવિષ્યમાં ફાયદાકારક રહી શકે છે. રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવાની બાબતમાં ભારત ત્રીજા ક્રમે છે. ભારત યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ આજથી  1 માર્ચ, 2023 સુધી ચાલશે.

વર્ષ 2021માં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 88 અબજ ડોલર પાઉન્ડનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. જે ભારતના કુલ વેપારના 10 ટકાની નજીક હિસ્સો ધરાવે છે. યુએસ અને ચીન પછી, ભારત યુરોપિયન યુનિયનના દેશોમાં સૌથી વધુ ઉત્પાદનોની નિકાસ કરે છે. છેલ્લા એક દાયકામાં ભારત અને યુરોપિયન દેશો વચ્ચેના વેપારમાં 30 ટકાનો વધારો થયો છે.