×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડુંગળીના બજાર ભાવ અંગે પૂર્વમંત્રીની CMને રજૂઆત, આપી યોગ્ય નિર્ણયની ખાત્રી

Image : Twitter

અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર

રાજયમાં ડુંગળીના બજાર ભાવ અંગે પૂર્વમંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ આ માટે યોગ્ય નિર્ણયની ખાત્રી આપી હતી. આ અગાઉ ખેડુત આગેવાનોએ કૃષિ મંત્રી રાધવજી પટેલને રજૂઆતો કરી હતી.

જીતુ વાઘાણીના નેતૃત્વમાં સીએમને રજૂઆત કરાઈ

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને જરુરી ભાવ ન મળતા થઈ રહેલા નુકશાન અંગે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ પહેલા એપીએમસીના આગેવાનોએ તેમના સમક્ષ રજૂઆત કરી હતી જેને ગંભીરતાથી લઈને સીએમને રજૂઆત કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે આ અંગે હકારાત્મક વલણ અપનાવતા યોગ્ય નિર્ણય લેવાની ખાત્રી પણ આપી હતી. રાજ્યમાં ડુંગળીના ઘટી રહેલા ભાવ અંગે ધારાસભ્ય જીતુ વાઘાણીના નેતૃત્વમાં મહુવા અને ગોંડલ એપીએમસીના ચેરમેન, પાલીતાણાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ અગાઉ પણ આ પ્રશ્ને ખેડૂત આગેવાનોએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆતો કરી હતી જેના પ્રતિભાવમાં કૃષિમંત્રીએ ખેડુતોને સહાય કરવા હૈયા ધારણ આપાઈ હતી.

સરકારે ગત વર્ષે રૂા.100 કરોડની સહાય જાહેર કરી હતી

રાજ્યના ખેડૂતોને ડુંગળીના ભાવને કારણે થઈ રહેલા નૂકશાનથી બચાવવા રાજ્ય સરકારે ગત વર્ષે રૂા.100 કરોડની સહાય જાહેર કરી હતી.  આ સહાયમાં રાજય સરકારે ખેડૂતો દ્વારા અરજી કર્યા બાદ કુલ 31674 ખેડૂતોને કુલ રૂા. 69.26 કરોડની સહાય ચુકવવામાં આવી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.